૯૦-સોમનાથ વિધાનસભા બેઠકના પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરની તાલીમ* *યોજાઈ* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jqyhwkdauyxxzzrv/" left="-10"]

૯૦-સોમનાથ વિધાનસભા બેઠકના પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરની તાલીમ* *યોજાઈ*


*૯૦-સોમનાથ વિધાનસભા બેઠકના પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરની તાલીમ* *યોજાઈ*
---------
*થિયરીની સાથે સાથે જ ઈવીએમ-વીવીપેટનું પ્રેક્ટિકલ નિદર્શન દ્વારા આપવામાં* *આવ્યું માર્ગદર્શન*
----------
*૩૪૮ પ્રિસાઈડિંગ ઓફિસર સહિત કુલ ૮૦૦થી વધુ ચૂંટણી સંબંધિત સ્ટાફને* *આપવામાં આવી સુદ્રઢ તાલિમ*
----------
*ગીર સોમનાથ, તા.૧૩:* ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રાજદેવસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ચાર વિધાનસભા બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા સંબંધી કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને ૯૦-સોમનાથ ચૂંટણી અધિકારીશ્રી સરયુબા જસરોટિયાના નેતૃત્વ હેઠળ મણિબહેન કોટક હાઈસ્કૂલમાં ચૂંટણી ફરજમાં પ્રિસાઇડિંગ અને પોલીંગ ઓફિસરની તાલીમ યોજાઈ હતી.
આ સંદર્ભે ૯૦-સોમનાથ ચૂંટણી અધિકારીશ્રી સરયુબા જસરોટિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે કાયદા નિયમો અને માર્ગદર્શિકાઓ નિયત કરવામાં આવી છે ત્યારે ચૂંટણી ફરજ પરના દરેક કર્મચારી ઈવીએમની ગોઠવણી તેમજ તૈયારી અને ચૂંટણી અંગે પોતાની ફરજ અંગેના નિયમોની પ્રક્રિયાથી સારી રીતે વાકેફ થાય તે માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમમાં ૩૪૮ પ્રિસાઈડિંગ ઓફિસર સહિત કુલ ૮૦૦થી વધુ ચૂંટણી સંબંધિત સ્ટાફને વિધાનસભાના ચૂંટણી અધિકારી અને માસ્ટર ટ્રેનર દ્વારા મોકપોલ યોજવાની પ્રક્રિયા અને આયોજન, ઈવીએમ-વીવીપેટનું પ્રેક્ટિકલ નિદર્શન, વિવિધ ડિસ્પ્લેનો અર્થ, બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટ, પ્રક્રિયા દરમિયાન શું કરવું અને શું ન કરવું? વગેરે જેવા ચૂંટણી સંબંધી મુદ્દાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]