દાંતા તાલુકામાં આદર્શ નિવાસી શાળા ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૪ અંતર્ગત ૦૬-૦૭/૧૨/૨૪- બે દિવસીય કૃષિ પ્રદર્શન કાર્યક્રમ ખુલ્લો મુકાયો... - At This Time

દાંતા તાલુકામાં આદર્શ નિવાસી શાળા ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૪ અંતર્ગત ૦૬-૦૭/૧૨/૨૪- બે દિવસીય કૃષિ પ્રદર્શન કાર્યક્રમ ખુલ્લો મુકાયો…


આજરોજ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રી સા.શ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં શ્રી શિવસિંહ સોલંકી ચેરમેનશ્રી એ.પી.એમ.સી.દાંતા,પ્રાંત અધિકારીશ્રી,મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી,નોડલ અધિકારી -વ- બાગાયત અધિકારીશ્રી વિ. એન.દેસાઈ,પી.ટી.ચોરાસિયા વિસ્તરણ અધિકારીશ્રી ખેતી,ગ્રામસેવકશ્રી તમામ,તમામ વિભાગના કર્મચારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેલ..

આજ રોજ દાંતા ખાતે વિવિધ વિભાગના પ્રદર્શન સ્ટોલની ખેડૂતોએ અને લોકોએ મુલાકાત લીધી અને ત્યારબાદ પાતળિયા ખાતે પ્રાકૃતિક ખેતી કરતાં અનુ સ્નાતકની ડીગ્રી ધરવતા એવા જાગૃત યુવા ખેડૂત શ્રી શાકિરભાઈ પઠાણના મોડલ ફાર્મની મુલાકાત ગોઠવવામાં આવી..

જેમાં ખેડૂત શ્રી શાકિરભાઈ દ્વારા જણાવવામાં આવ્યુ

પોતે ૨૦૧૯થી પ્રાકૃતિક ખેતી કરે છે

જેમાં જીવામૃત,બીજામૃત વગેરે ઘરે જ બનાવીને ખેતી પાકોમાં ઉપયોગ કરે છે

ખાટી છાસ,આકડા તેમજ ઈંગ્લીશ ઘાસનો ઉપયોગ કરીને ખેતી પાકોને જીવાતોથી રક્ષણ આપે છે.

દિવેલા પાકમાં તેઓ ૫ થી ૭ ફૂટના અંતરે વાવેતર કરે છે જેથી પણ ઉત્પાદનમાં વધારો મળે છે.

ઘઉં સાથે ચણાના પાકનું વાવેતર કરેલ છે જેથી આંતરપાકમાં ઉત્પાદન પણ વધે છે અને જમીનનું આરોગ્ય પણ સારું રહે છે..

આ સિવાય વૈજ્ઞાનીક ઢબે મરઘાં પાલન અને પશુપાલન પણ કરે છે

આ ઢબે ખેતી કરવા માટે આત્મા પ્રોજેકટ અને ખેતીવાડી વિભાગના પ્રાકૃતિક ખેતીની વ્યાપ વધે તે માટે મને સતત માર્ગદર્શન મળી રહ્યું છે તે માટે તેમનો આભાર માનેલ..

નોંધ...આ બે દિવસીય કાર્યક્રમમાં હાજર રહેવા ખેડૂતોને હાર્દિક આમંત્રણ છે....

અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.