શહેરા તાલુકામાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે
પંચમહાલ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ડાંગરની કાપણી ખેડૂતો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે શહેરા તાલુકામાં શિયાળાના પાકની પણ ખેતી કરવામાં આવે છે જેમાં ચણા તેમજ ઘઉંની ખેતી કરવામાં આવે છે ખાસ કરીને લોકો ઘઉંનો પાક વધારે માત્રામાં કરતા હોય છે શહેરા તાલુકાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ખેડૂતો ઘઉંનો પાક કરી રહ્યા છે હાલમાં ઘઉં નો પાક તૈયાર થવાની અણી પર છે ત્યારે પાક લહેરાવી રહ્યો છે જે લોકોને પિયતની સુવિધા છે તેઓ મોટી માત્રામાં ઘઉંની ખેતી કરતા હોય છે પ્રસ્તુત તસવીરમાં ઘઉંનો પાક ખેતરમાં લહેરાતો જોવા મળે છે
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.