ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાય
ગંગા સ્વરૂપા બહેનો સહિત ૨૦૦ વડીલો ને પ્રમુખ પી.ડી દેસાઈ દ્વારા વિનામૂલ્યે દેવ દર્શન પ્રવાસ કરાવાય
અમરેલી તાલુકાના પીઠવાજાળના વતની સુરત સ્થિત સેવાભાવી સંસ્થા સ્વર્ગસ્થ સુરેશકુમાર સેવા ટ્રસ્ટનાં પ્રમુખ પી. ડી.દેસાઈનાં માધ્યમથી નિરાધાર ગંગા સ્વરૂપ વિધવા બહેનો તથા વરિષ્ઠ ગ્રામજનોને મફત દેવ દર્શન યાત્રા પ્રવાસ કરાવવામાં આવેલ, સ્વ. સુરેશકુમાર સેવા ટ્રસ્ટ ( ડાયાબાપાનો આશરો ) ૨૯૦, સુરભી ધ રોયલ ટાઉન, પસોદરા પાટિયા, સુરત, પ્રમુખ પી.ડી. દેસાઈ તથા ઉપપ્રમુખ શ્રીમતિ જયશ્રીબેન દેસાઈનાં આર્થિક સહયોગથી વિધવા બહેનો તથા ૬૦ વર્ષથી ઉપરનાં ૨૦૦ થી વધુ લોકો જે અમરેલીના પીઠવાજાળ, પાણિયા, ટીંબલા, બાબાપુર, ગોખરવાળા, ઓળીયા વગેરે અલગ-અલગ ગામોથી સૌરાષ્ટ્રના દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ભાલકાતીર્થ, ખોડલધામ (કાગવડ), શ્રી સ્વામિનારાયણ મંદિર ગોંડલ, વીરપુર (જલારામ મંદિર) વગેરે પવિત્ર યાત્રાધામોએ દર્શન કરાવ્યાં, આ પ્રવાસમાં ૪ બસો લઈને ૨૦૦થી વધુ યાત્રાળુઓને સંસ્થા તરફથી યાત્રા પ્રવાસ-પ્રસાદ કરાવવામાં આવેલ. યાત્રાળુઓએ યાત્રા દરમિયાન ખૂબ મજા માણી આનંદની લાગણી વ્યકત કરી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
