રાજકોટ જિલ્લામાં વસતા લઘુમતિ સમાજના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા લઘુમતિ મોરચાના જિલ્લા ભાજપ મહામંત્રી અસ્લમ મલેક મેદાને
રાજકોટ જિલ્લામાં વસતા લઘુમતિ સમાજના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા લઘુમતિ મોરચાના જિલ્લા ભાજપ મહામંત્રી અસ્લમ મલેક મેદાને
લઘુમતિ સમાજના બેરોજગાર યુવાનોને વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ઉતિર્ણ કરવા એક વર્ષમાં અનેકવિધ કાર્યક્રમોની હારમાળા, યુવાનોને વ્યસન છોડી સ્વસ્થ ભારતના નિર્માણમાં ફાળો આપવા અપીલ
રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં બહોળી સંખ્યામાં રહેતા લઘુમતિ સમાજના વિદ્યાર્થિઓને શિક્ષિત કરવાનુ બિડુ જિલ્લા ભાજપના લઘુમતિ મોરચાના મહામંત્રી અસ્લમ મલેકે ઝડપ્યું છે. આગામી દિવસોમાં લઘુમતિ સમાજના અનેક લોકોને સરકારી નોકરીઓની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ સરકાર તરફથી મળતા લાભો અંગે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવનારા છે.
સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં લઘુમતિ સમાજના લોકો વસે છે. તેમજ અનેક રાજકીય આગેવાનો પણ લઘુમતિ સમાજમાંથી આવી રહ્યાં છે. સેવ લાઈફ ફાઉન્ડેશનના માધ્યમથી રાજકોટમાં હોસ્પિટલની સેવા પુરી પાડવાની હોય કે, અતિવૃષ્ટીમાં બચાવ કામગીરી કરવાની હોય, ઠંડીમાં ગરીબોની પડખે ઉભવાનું હોય કે સરકાર તરફથી જાહેર થતી યોજનાઓને લઘુમતિ સમાજ સુધી કેવી રીતે પહોંચાડવી અને સૌથી વધારે લઘુમતિ સમાજના લોકો તેનો લાભ લે તેવી કામગીરીમાં હંમેશા જિલ્લા ભાજપના લઘુમતિ મોરચાના મહામંત્રી અસ્લમ મલેકનું નામ મોખરે રહ્યું છે. તેમની ભાજપ પ્રત્યેની વફાદારીના પણ સતત ચર્ચા કરવામાં આવી રહી છે. તેમજ સમાજમાં પણ આગવું સ્થાન ધરાવે છે.
રાજકોટ જિલ્લા ભાજપના લઘુમતિ મોરચાના મહામંત્રી અસ્લમ મલેકે જણાવ્યું હતું કે, હજુ પણ લઘુમતિ સમાજમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવ્યું નથી. અનેક નબળા ઘરો છે તો તેવા ઘરોમાંથી આવતા છોકરાઓ ભણી શકતા નથી. ત્યારે આગામી દિવસોમાં રાજકોટ જિલ્લામાં રહેતા લઘુમતિ સમાજના છોકરાઓ અભ્યાસમાં પાછળ રહી જાય નહીં તે માટે અનેકવિધ કાર્યક્રમોની હારમાળા કરવામાં આવી છે. જેમાં આંગણવાડીમાં બાળકોને ભણાવવા માટે એક પહેલ કરવામાં આવશે. જેમાં ઘરે ઘરે જઈને લોકોને બાળકોમાં ભણતર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ તેમના બાળકોને આંગણવાડી, સરકારી શાળાઓમાં ભણવા મોકલવા માટે અપીલ કરવામાં આવશે.
આ ઉપરાંત લઘુમતિ સમાજમાં અનેક પ્રકારના કુરિવાજો પ્રવર્તિ રહ્યાં છે. તો તેને દુર કરવા માટે પણ વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. તેમજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વસતા લઘુમતિ સમાજના લોકોમાં શિક્ષણનું મહત્વ વધે તે માટે ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ શિબિર કરવામાં આવશે. આ ઉપરાંત જે વિદ્યાર્થિઓ સરકારી નોકરી માટે વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરી રહ્યાં છે તેમને જે તે પરિક્ષાની તૈયારી કરાવશે. તેમજ સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેનું સાહિત્ય પણ પુરૂ પાડવામાં આવશે.
આ ઉપરાંત લઘુમતિ સમાજના વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં મોટીવેશનલ બુકો અને જિવનને પ્રેરિત કરતી બુકો પણ આપવામાં આવશે. આ બુકોના માધ્યમથી વિદ્યાર્થીઓ તેમનામાં કોન્ફીડન્સ લેવલ વધારશે. તો સમાજમાં વ્યસનનું દુષણ પણ ફુલ્યુ ફાલ્યું હોય સમાજને નિર્વ્યસની બનાવવા માટે પણ કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં વિવિધ વ્યસનોથી થતા આર્થિક તેમજ માનસિક નુકશાન વિશે માહિતી આપવામાં આવશે. તેમજ યુવાનોને વ્યસન છોડવા અને સ્વસ્થ સમાજના નિર્માણમાં ફાળો આપવા માટે અપીલ કરવામાં આવશે.
અસ્લમભાઈ મલેક છેલ્લા ઘણા સમયથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે. તેમજ રાષ્ટ્રહિત માટે પણ અનોખું કાર્ય કરી રહ્યાં છે. યુવાનોમાં દેશદાઝ જગાવવા માટે પણ અનેકવિધ કાર્યક્રમો પણ કરી રહ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.