મારા 900 રૂપીયા ક્યારે આપવાના છે કહીં યુવકને છરી ઝીંકી દીધી: સારવારમાં
નવા થોરાળા સર્વોદય સોસાયટીમાં રહેતાં રોહિત પરમારે અગાઉ કરણ રાઠોડ પાસે પૈસા લિધા હોય જે પૈસા બાબતે માથાકૂટ થતાં કરણે મારા નવશો રૂપીયા ક્યારે આપવાના છે કહીં રોહિતને છરી ઝીંકી દીધી હતી. હાલ યુવક સારવાર હેઠળ છે.
ફરિયાદી રોહીત કિશોરભાઇ પરમાર (ઉ.વ.23, રહે.નવા થોરાળા સર્વોદય સોસાયટી શેરી નં-2 માધવરાય સ્કુલની સામે) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે મજુરીકામ કરે છે. ગઇ કાલ રાત્રીના સાડા આઠેક વાગ્યાની આસપાસ હું મારા ઘર પાસે આવેલ સુપ્રિમ ઇલેકટ્રિક નામની દુકાનના ખુણે બેઠો હતો. ત્યારે કરણ ઉર્ફે કાનો તરૂણભાઇ રાઠોડ ઉ.વ. આશરે 27) એકસેસ બાઇક લઇને મારી પાસે આવેલ અને મને બોલવા લાગેલ કે તારે મારા નવશો રૂપીયા ક્યારે આપવાના છે. ત્યારે કહેલ કે હું હમણા મારા ઘરે થી મંગાવીને આપુ.
ત્યારબાદ મે મારી બહેન રેખાને કહેલ કે આ કરણને નવશો રૂપિયા લાવીને આપી દે તેમ છતા આ કરણ મારી સાથે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી કરી અપશબ્દો બોલવા લાગેલ. અને મને છરી મારી દિધેલ. તેવામાં મારી બહેન રેખા મને બચાવવા આવતા કરણે મારી બહેનને દુર રહેવાનું કહેલ અને તેને પણ અપશબ્દો બોલવા લાગેલ. તેવામાં આજુબાજુના લોકો આવી જતાં કરણ નાસી ગયેલ. બાદમાં મને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે થોરાળા પોલીસે કરણ રાઠોડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.