AIIMS તમામ સુવિધા શરૂ થાય તે પહેલા જ વિવાદ શરૂ: બાંધકામમાં ભ્રષ્ટાચાર અને ભરતીમાં લાગવગશાહીના કોંગ્રેસના આક્ષેપ, એક્ઝિક્યુટિવ ડીરેક્ટર સમક્ષ વિવિધ 17 મુદ્દાની રજૂઆત કરાઈ
ગુજરાતની એકમાત્ર રાજકોટની AIIMS હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. બાંધકામમાં ભ્રષ્ટાચાર, ભરતીમાં લાગવગશાહી, લોકાર્પણના 4 વર્ષ બાદ પણ સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ ન થવી, જાતીય સતામણીના આક્ષેપો, હોસ્પિટલમાં ઈમરજન્સી અને OPDથી દૂર પાર્કિંગ, દર્દીઓના સગા માટે રહેવાની કે ભોજનની કોઈ જ સુવિધા નથી. આ ઉપરાંત TRP ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટના તાજી જ છે ત્યારે અહીં ફાયર NOC અને બિલ્ડીંગ યુઝ પરમિશન ન હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના વાઈસ પ્રેસિડેન્ટ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો AIIMS હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ‘ભાજપ હાય હાય’ના નારા લગાવ્યા હતા. આ સાથે જ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગોવર્ધન દત્ત પુરીને 17 મુદ્દાઓ સાથેની લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.