હીરા ઉદ્યોગને બચાવવા માટે આપ નેતા હિતેશ વઘાસિયા અને ડાયમંડ એસોશિએશન ભેસાણ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપ્યું
હીરા ઉદ્યોગને બચાવવા માટે આપ નેતા હિતેશ વઘાસિયા અને ડાયમંડ એસોશિએશન ભેસાણ દ્વારા મામલતદારને આવેદન દેશની જીડીપીમાં 7% નું યોગનારા આપનાર અને વિશ્વના જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટમાં 6.48% બિલિયન અમેરિકન ડોલર ના ધંધા સાથે માર્કેટનો 29 ટકા હિસ્સો ધરાવનાર તથા ભારત માંથી નિકાસનાં કુલ 15.71% વિશ્વ ધરાવનાર હીરા ઉદ્યોગ ભારતની પ્રતિષ્ઠાનો ઉદ્યોગ છે પરંતુ મંદીના લીધે હીરા ઉદ્યોગની નિકાસ 36.11% ઘટી અને આયાત પણ 20.11% ઘટેલ છે ગુજરાતમાં આશરે ૧૭ લાખ જેટલા રત્ન કલાકારો છે દિવાળી બાદ આશરે બે લાખ જેટલા રત્ન કલાકારો નોકરી વિહોણા થયા છે અને છેલ્લા ૧૮ મહિનામાં 45 કરતા પણ વધારે રત્ન કલાકારોએ આપઘાત કરેલ છે પાછલા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીના ભરડામાં હોય અને રત્ન કલાકારો તેમજ નાના વેપારીઓને આજીવિકા માટે આવકના બીજા કોઈ સ્ત્રોત ના હોય પોતાનું અને પરિવારનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે
ત્યારે આમ આદમી પાર્ટીના નેતા હિતેશ વઘાસિયા અને ડાયમંડ એસોસિયેશન દ્વારા મામલતદાર મારફત દેશના પ્રધાનમંત્રી શ્રી ને એક હીરો ભેટ સ્વરૂપ મોકલી આવેદનપત્ર પાઠવી રત્નકલાકારોને દર મહિને 10,000 રૂપિયા એક વર્ષ માટે સહાય સ્વરૂપે પાઠવવામાં આવે તેમજ રત્નકલાકાર કલ્યાણ આયોગ ની રચના કરી કામદાર અધિકાર કાયદા પ્રમાણે લાભ આપવામાં આવે તેમજ જરૂરી કૌશલ્ય વિકાસના કાર્યક્રમો કરવામાં આવે ઉપરાંત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ચાલતા નાના કારખાનેદારો ના સંપૂર્ણ વેરા માફ કરવામાં આવે એવી માંગ સાથે ભેસાણ મામલતદાર સાહેબ મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું આતકે હિતેશભાઈ વઘાસિયા સાથે ડાયમંડ એસોસિયસના પ્રમુખ કાળુભાઈ સાવલિયા દલસુખભાઈ હિરપરા ધનજીભાઈ ડોબરીયા તેમજ અન્ય આગેવાનો અને રત્ન કલાકાર ભાઈઓ પણ ઉપસ્થિત રહ્યા
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
