ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવેલી સોમનાથ સાઈન્સ એકેડેમી ના વિદ્યાર્થીઓનું નિટની પરીક્ષામાં સારું પર્ફોમન્સ કરતા સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું - At This Time

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં આવેલી સોમનાથ સાઈન્સ એકેડેમી ના વિદ્યાર્થીઓનું નિટની પરીક્ષામાં સારું પર્ફોમન્સ કરતા સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું


*NEET ની પરીક્ષા માં સમગ્ર ગીર સોમનાથ જિલ્લા માં સોમનાથ એકેડેમી ના છાત્રો એ ડંકો વગાડ્યો.

ધોરણ ૧૨માં અભ્યાસ કરતા ગોહિલ કુલદીપ દ્વારા ૧૨ સાયન્સ ના ત્રણેય ફોમેટમાં સમગ્ર જીલ્લામાં પ્રથમ જેમાં ૧૨ સાયન્સની બોર્ડ એકઝામ માં સાયન્સમાં PR, GUJCAT અને NEET એમ ત્રણેય પરીક્ષામાં જીલ્લા પ્રથમ આવેલ છે.

કુલદીપ દ્વારા પોતાની આ સફળતા પાછળ પોતાના માતા-પિતા, શાળાના શિક્ષકો અને સમગ્ર સોમનાથ સાયન્સ પરિવાર નો આભાર વ્યક્ત કરે છે.
આ તકે સોમનાથ સાયન્સ એકેડેમીના પ્રમખ શ્રી કરશનભાઈ સોલંકી દ્વારા સીલ્ડ આપી સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યું હતું.

જુલાઈ-૨૨માં NTA-દિલ્હી દ્વારા લેવાયેલી મેડીકલ એન્ટ્રન્સ એક્ઝામ NEETમાં ગીર સોમનાથ જીલ્લા ના કોડીનાર તાલુકાની સોમનાથ સાયન્સ એકેડેમી ના વિદ્યાર્થી ગોહિલ વૈભવી (622/720), ગોહિલ કુલદીપ (589/720) અને વંશ સત્યેશ (537/720) ઉચ્ચ ગુણાકન મેળવી સમગ્ર ગીર સોમનાથ અને સોરઠ પંથક માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળા પરિવાર નું ગોરવ વધારેલ છે.
*જીલ્લા કક્ષા એ સોમનાથ સાયન્સ એકેડેમી ના છાત્રો નો દબદબો યથાવત રખાયો.*

રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ
8401414809


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon