સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્યદિનનાં દિવસે દડવા રાંદલના ગામે ૨૧૬ બિલીપત્રનાં વૃક્ષોનું વાવેતર - At This Time

સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્યદિનનાં દિવસે દડવા રાંદલના ગામે ૨૧૬ બિલીપત્રનાં વૃક્ષોનું વાવેતર


સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્યદિનનાં દિવસે દડવા રાંદલના ગામે ૨૧૬ બિલીપત્રનાં વૃક્ષોનું વાવેતર

રાજકોટ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્યદિનનાં દિવસે બાળકોમાં બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે પ્રેમનું સિંચન થાય એ હેતુથી ૨૧૬ (૧૦૮+૧૦૮) એમ ૨. માળા બિલીપત્રના વૃક્ષોનું વાવેતર સદભાવના વૃધ્ધાશ્રમનાં માધ્યમથી દાતાશ્રીઓનાં આર્થિક સહયોગથી શાળાના વિદ્યાર્થીઓનાં શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત ગામ એવું દડવા રાંદલના ગામે કદાચ આજુબાજુનાં કોઈ ગામોમાં ન થયુ હોય એવું ભગવાન દેવાધિદેવ મહાદેવ આશુતોષ શિવ શંકરની આરાધનાના ભાગરૂપે ભગવાન શિવને અતિ પ્રિય એવા બિલીપત્રના ૨૧૬ (૧૦૮+૧૦૮) (એમ ૨.માળા) વૃક્ષોનું વાવેતર શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગામલોકો ના હસ્તે કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલેખ્ખનીય છે કે દડવા રાંદલના ગામે અગાઉ પણ સદભાવના વૃધ્ધાશ્રમનાં માધ્યમથી ૩૦૦૦ કરતાં પણ વધુ બહુવર્ષાયુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ બીજા કવચ વન પ્રોજેક્ટ અંતર્ગત મિયાવાકી જંગલ પધ્ધતિથી ૧૦૦૦૦ જેટલા વિવિધ પ્રકારનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.આવનાર પેઢીના સ્વાસ્થ્યસભર, ઉજળા ભવિષ્ય માટે સમગ્ર દેશનાં તમામ ગામડાઓ કટિબદ્ધ થાય અને વધુમાં વધુ બહુવર્ષાયુ વૃક્ષોનું વાવેતર કરી, દરેક વૃક્ષોને ઉછેરવાની જવાબદારી સાથે કામગીરી કરતી સંસ્થા સદભાવના વૃધ્ધાશ્રમને સહકાર આપવા વિનંતી કરાઈ છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.