સંચાલકોને CPRની ટ્રેનિંગ અપાશે, ગરબાના લાંબા રાઉન્ડ નહીં હોય - At This Time

સંચાલકોને CPRની ટ્રેનિંગ અપાશે, ગરબાના લાંબા રાઉન્ડ નહીં હોય


આ વર્ષે નવરાત્રિમાં ગરબા રમનારાઓ માટે રાજ્યમાં પહેલીવાર આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગર ખાતેથી હેલ્થ ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. કારણ છે - હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસ. હાલમાં જ રાજ્યમાં વિવિધ ગરબા આયોજકોએ પણ આ પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર રાજ્યમાં છેલ્લાં 3 વર્ષમાં 7. 79 લાખ લોકોને હાર્ટની બીમારી થઈ છે. તેના કારણે તંત્ર એલર્ટ મૉડ પર છે. એકથી બે દિવસમાં આરોગ્ય વિભાગ ગરબા ગાઇડલાઇન જાહેર કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.