આધોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આયુષ્યમાન આરોગ્ય મંદિર કંથકોટ ના વિસ્તારની શ્રી કંથકોટ પ્રાથમિક ગ્રુપશાળામાં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવા માં આવ્યું.
આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી. આધોઈ મેડિકલ ઓફિસર ડો. રોશન બલાત સાહેબ ના માર્ગદર્શન હેઠળ પી. એચ.સી. આધોઈ ની શ્રી કંથકોટ પ્રાથમિક ગ્રુપ શાળા મા એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામ ના અગ્રણી રાયધણભાઈ, આર કે એસ કે પ્રોગ્રામના કિરેન પાતર, એ. એન. એમ. રક્ષાબેન તેમજ શાળાના આચાર્ય વિજય પટેલ તેમજ તમામ સ્ટાફ ગણ અને આશા બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત કિરેન કુમાર પાતર દ્વારા વિદ્યાર્થીઓના આર.કે.એસ.કે પ્રોગ્રામ વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ આઈ એફ એ ગોળી લેવાના થતા ફાયદા વિશે તેમજ ટી .ડી. વેક્સિન વિશે માહિતી આપી તેમજ વિદ્યાર્થીઓના વજન ઊંચાઈ અને એચ.બી. ચેક કરવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં મહેંદી સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા નુ આયોજન કરવા મા આવ્યુ હતું,અને1 થી 5 નંબર આવનાર વિદ્યાર્થી ને સ્કુલ બેગ, પાણીની બોટલ, ફોલ્ડર ફાઇલ ,લંચ બોક્સ, ડોમ્સકિટ ,કંપાસ, એક્ઝામ પાઉચ, વોટરકલર, એક્ઝામ પેડ , અને ફુલ સ્કેપ બુક્સ, ઇનામ સ્વરૂપે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ દરેક ભાગ લીધેલ વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામ રૂપે ફુલ સ્કેપ ચોપડા, બોલપેન આપવામાં આવી હતી આ સ્પર્ધામાં કુલ 49 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના આચાર્યાશ્રી તેમજ સ્ટાફ ગણ અને આયુષ્યમાન આરોગ્ય મંદિર કંથકોટ ના સ્ટાફ એ સહયોગ આપ્યો હતો.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.