રદ થયેલી ચલણી નોટો પોતાના કબજામાં રાખી તેની હેરફેર કરતાં ઇસમને પકડી પાડતી માલપુર પોલીસ. - At This Time

રદ થયેલી ચલણી નોટો પોતાના કબજામાં રાખી તેની હેરફેર કરતાં ઇસમને પકડી પાડતી માલપુર પોલીસ.


હાલમાં અલગ અલગ તબક્કામાં દેશભરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી સંદર્ભે આચારસંહિતા અમલમાં હોય તે દરમિયાન ગેરકાયદેસર વસ્તુઓની હેરફેર અટકાવવા સઘન વાહન ચેકિંગ કરવા અને અસરકારક રીતે વિસ્તારમાં પેટ્રોલીંગ કરતાં રદ થયેલી નોટો ઝડપાઈ.

તા. ૦૯/૦૫/૨૪ ના રોજ રાત્રિના સમયે પો.સ.ઇ. કે. એચ. બિહોલા નાઓ તથા માલપુર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે વખતે અ.હે.કો. રાજેશકુમાર કાંતિભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે એક કાળા રંગની હોન્ડા શાઈન બાઇક ન. જીજે ૧૭ સીએચ ૮૧૪૫ માં કોઈ ઈસમ ગેરકાયદેસર વસ્તુ લઈ લુણાવાડા થી માલપુર તરફના રોડ પરથી પસાર થનાર છે જે બાતમી હકીકત આધારે ચોરીવાડ ત્રણ રસ્તા નજીક સદરીની વોચ તપાસમાં રહી વાહન ચેકિંગ કરતાં બાતમી હકીકત વાળી બાઇક આવતા તેને રોકી પંચો રૂબરૂ નામઠામ પૂછતા પોતાનું નામ ઠામ જિગ્નેશકુમાર ભારતભાઈ પટેલ રહે. પાલીખંડા, તા. શહેરા, જી. પંચમહાલ નો હોવાનું જણાવેલ તથા તેનું બાઇક ચેક કરતાં બાઇક ચલાવનાર ઈસમ પાસે બાઇક પર એક કાપડના થેલામાં જૂની રદ થયેલી રૂ. ૫૦૦/- ની નોટોના તથા ૧૦૦૦/- ની નોટોના બંડલ મળી આવેલા જે તમામ નોટો ભારત સરકાર દ્વારા રદ કરી દીધેલી હોય જે ક્યાંથી લાવેલ અને શા માટે લાવેલ તે અંગે પૂછતા પોતે અજાણ્યા ઈસમ પાસેથી લાવેલ અને કોઈ બેન્ક કર્મચારીનો સંપર્ક કરી ટકાવારી ઉપર આ જૂની ચલણી નોટો બદલાવા માટે નીકળેલ હોવાનું જણાવી કોઈ સંતોષકારક જવાબ આપતો નહી હોવાથી તેમજ તેના કબજામાંના બાઇક ન. જીજે ૧૭ સીએચ ૮૧૪૫ ની માલિકી અંગે પૂછતા પણ પોતે જાણતો ન હોવાનું જણાવતો હોય અને તેના રજીસ્ટ્રેશનના કાગળો પણ તેની પાસે નહી હોવાથી સદરી ઈસમ પાસેથી મળી આવેલ રૂ.૫૦૦/- ના દરની ચલણી નોટ નંગ ૨૨૯૨ તથા રૂ.૧૦૦૦/- ના દરની ચલણી નોટ નંગ ૧૯૮ જેની કિમત રૂ. ૦૦/-- ગણી તથા હોન્ડા શાઈન બાઇક ન. જીજે ૧૭ સીએચ ૮૧૪૫ ની કિમત રૂ. ૫૦,૦૦૦/- ની ગણી પંચો રૂબરૂ પચનામુ કરી સી.આર.પી.સી. ૧૦૨ મુબજ તપાસ અથે કબજે કરેલ છે અને સદરી ઇસમને સી.આર.પી.સી. કલમ- ૪૧(૧)(ડી) મજુબ ધોરણસર અટક કરેલ છે તથા સદરી ઈસમ વિરુધ્ધ તા. ૧૦/૦૫/૨૪ ના રોજ માલપુર પો. સ્ટે. એન. સી. ન. ૦3/૨૦૨૪ જી.પી.એક્ટ ક.૧૨૪ મુજબની ફરીયાદ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ માલપુર પોલીસને રદ થયેલી ચલણી નોટો ગુનાહિત ઇરાદાથી પોતાના કબજામાં રાખી તેની હેરફેર કરતાં ઇસમને હેરફેર માટે વપરાયેલ વાહન સહિત પકડી પાડવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપી :

(૧) જિગ્નેશકુમાર ભારતભાઈ પટેલ રહે. પાલીખંડા, તા. શહેરા, જી. પંચમહાલ
આમ શ્રી કે.એચ. બિહોલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર માલપુર પોલીસ સ્ટેશન દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.