ધંધૂકા ચેન સ્નેચિંગના બે ગુનાનો આરોપી સુરેન્દ્રનગરથી પકડાયો.
અમદાવાદ જીલ્લા ના ધંધૂકા ચેન સ્નેચિંગના બે ગુનાનો આરોપી સુરેન્દ્રનગરથી પકડાયો.
ધંધૂકામાં બનેલ ચેન સ્નેચીંગના બે ગુનાના આરોપીને એલસીબીએ સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ પાસેથી ઝડપી લીધો છે. હાલ આ શખ્સને જોરાવરનગર પોલીસના હવાલે કરી બનાવની જાણ ધંધુકા પોલીસને કરાઈ છે.
એલસીબી પીઆઈની સુચનાથી પીએસઆઈ વી.આર.જાડેજા, એન. ડી.ચુડાસમા, નીકુલર્સીહ સહિતનાઓ રીવરફ્રન્ટ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે શહેરના બી ડીવીઝન અને લીંબડી પોલીસ મથકે નોંધાયેલા ચેન સ્નેચીંગના ગુનાનો આરોપી બાઈક પર સુરેન્દ્રનગર સોનુ વેચવા આવનાર હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે વોચ રાખી હતી. જેમાં લીંબડીના શીયાણી ગામે આવેલ હાઈસ્કુલ પાછળ રહેતો અજય દલપતભાઈ સસાણીયા નીકળતા તેની તપાસ કરાઈ હતી. તપાસમાં તેની પાસેથી ૧૯ ગ્રામ વજનની સોનાની રણી, ૧૨.૯૦ ગ્રામ વજનનો સોનાનો ચેન મળી આવ્યો હતો. કડક પુછપરછમાં અજયએ ધંધુકા સેવા સદન પાસે બગીચા નજીક ચાલીને જતી મહીલાના ગળામાંથી ચેનની ચીલઝડપ કરી હતી. ઉપરાંત ચાર માસ પૂર્વે પહેલા ધંધુકા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ સોસાયટીમાં ચાલીને જતી મહીલાના ગળામાંથી પણ ચેનની ચીલઝડપ કરી હતી. આથી પોલીસે અજયને રૂ. ૧.૩૬ લાખનું ૩૧.૯૦ ગ્રામ સોનુ. મોબાઈલ, બાઈક સહિત કુલ રૂ. ૧.૮૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.