શેઠ જી સી હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ પિલવાઈ ખાતે ગુરુપૂર્ણિમા અને વૃક્ષારોપણ ભવ્ય કાર્યક્રમ યોજાયો - At This Time

શેઠ જી સી હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગ પિલવાઈ ખાતે ગુરુપૂર્ણિમા અને વૃક્ષારોપણ ભવ્ય કાર્યક્રમ યોજાયો


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વિજાપુર તાલુકાની શેઠ જી.સી.હાઈસ્કૂલ,પ્રાથમિક વિભાગ- પિલવાઈ મા ગુરૂએઅંધકારમય થી અંતરના અજવાળે તરફ લઈ જાય એટલે તેનોઉત્સવ ઉજવણી કરવામાં આવે તે ગુરુપૂર્ણિમા આષાઢ સુદ પૂનમ ના દિવસનારોજગુરુવંદના, ગુરૂપૂજન તેમજ ગુરુનો આગવો મહિમા પ્રગટ કરતી ગીતસ્પર્ધા તેમજ વકતૃત્વ સ્પર્ધા સાથે ગુરૂપૂર્ણિમા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી.ઉપશિક્ષક શ્રી પરેશભાઈ શાહ દ્વારા ગુરુમહિમા નું રસપાન થયું. કાર્યક્રમ નું સફળ સંચાલન ધોરણ-૭ ના વિધાર્થી ચિ.વંશ રાવલ દ્વારા કરવામાં આવ્યું. આચાર્યા શ્રીમતી કૃણાલબેન ઠાકર ના આશીર્વચન સાથે ચાલુ માસે કુલ ૫૦૦ વૃક્ષો વાવીને તેનું જતન કરવાના નિર્ધાર સાથે જીવસૃષ્ટિ ને બચાવવાનો એક નાનો પ્રયત્ન હાથ ધર્યો છે ત્યારે....જુલાઈ માસ માં ૫૦૦ વૃક્ષ ઉગાડવા પૈકી આજથી વૃક્ષારોપણ નું કાર્ય શરૂ કરવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon