રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા નોનવેજની દુકાનો પર ચેકિંગ. - At This Time

રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા નોનવેજની દુકાનો પર ચેકિંગ.


રાજકોટ શહેર તા.૨૩/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા 'કિશોર એન્ડ કંપની' ભક્તિનગર સ્ટેશન પ્લોટ-૫, કેન્કો હાઉસ, રાજકોટ મુકામેથી MICROLITE PREMIUM FAT SPREAD નો નમુનો લેબોરેટરી રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક રશ્મીકાંત કિશોરકાંત ગોડાને રૂ.૧૦,૦૦૦ નો દંડ ઉપાદક પેઢીના નૉમિની મહેન્દ્રભાઇ છોટાભાઈ પટેલને રૂ.૫૦,૦૦૦ નો દંડ, ઉત્પાદક પેઢી GAGAR FOODS PVT. LTD ને રૂ.૫૦,૦૦૦ નો દંડનો હુકમ કરવામાં આવેલ છે. ફૂડ વિભાગ દ્વારા ભાવનગર રોડ, ચુનારાવાડ ચોકની બાજુમાં આવેલ મુબારક નોનવેજ રેસ્ટોરન્ટ પેઢીમાં ચકાસણી કરેલ. તપાસ દરમિયાન ૮ kg વાસી નોનવેજ પ્રિપેર્ડ ફૂડ નો જથ્થો નાશ કરેલ સ્થળ પર હાજિનિક કંડીશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. ફૂડ વિભાગ દ્વારા બાલક હનુમાન ચોક, પેડક રોડ પર આવેલ વિષ્ણુ ખમણ પેઢીમાં ચકાસણી કરેલ, તપાસ દરમિયાન ૨ kg વાસી ઇડલી નો જથ્થો નાશ કરેલ સ્થળ પર હાજિનિક કંડીશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. (૧) બોનલેશ ચિકન મસાલા સબ્જી (૨) ચિકન બિરીયાની, ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા નહેરુનગર ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૭ પેઢીની ચકાસણી કરવામાં આવેલ તથા ૯ પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતાં દૂધ, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૯ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧) જય મંદિર કોલ્ડ્રિંક્સ (૨) જય કોલ્ડ્રિંક્સ (૩) ખોડિયાર કોલ્ડ્રિંક્સ & આઇસક્રીમ (૪) S.S. દાળપકવાન (૫) સદગુરુ કોલ્ડ્રિંક્સ (૬) ભવાની ફરસાણ (૭) શિવ ફરસાણ (૮) બાપા સીતારામ ટી સ્ટોલ (૯) ખોડિયાર પાન સેન્ટર લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ (૧૦) બારસાના ડેરી ફાર્મ (૧૧) કૈલાશ ફરસાણ & સ્વીટ (૧૨) મારુતિ સેલ્સ એજન્સી (૧૩) હરીયોગી લાઈવ પફ (૧૪) મિલન ખમણ (૧૫) મિલન ભેળ હાઉસ (૧૬) ગિરિરાજ ફાર્મસી (૧૭) નવનીત ડેરી ફાર્મ ની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon