આરોગ્ય શાખા અરવલ્લી જિલ્લા પંચાયત મોડાસા ખાતે ૧૧ મી જુલાઇ-૨૦૨૪ વિશ્વ વસ્તી દિવસ ઉજવણી કરવામાં આવી. - At This Time

આરોગ્ય શાખા અરવલ્લી જિલ્લા પંચાયત મોડાસા ખાતે ૧૧ મી જુલાઇ-૨૦૨૪ વિશ્વ વસ્તી દિવસ ઉજવણી કરવામાં આવી.


૧૧ મી જુલાઇ ૨૦૨૪ “વિશ્વ વસ્તી દિન” ઉજવણી અંતર્ગત સરકારશ્રીનો મુખ્ય સંદેશો વસ્તી સ્થિરતા લાવવા અને જન સમુદાયમાં તે બાબતે જાગૃતિ કેળવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન તેમજ અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની રાહબરી હેઠળ અરવલ્લી જીલ્લામાં તેમજ જીલ્લામાં આવેલ ૬ (છ) તાલુકાઓના તમામ પ્રા.આ.કેન્દ્રો,આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા જન જાગૃતી વિષયક અલગ-અલગ પ્રવૃતિઓ જેવી કે સાસુ–વહુ સંમેલન, નવદંપતી અને લક્ષીત દંપતિની શિબિરો, જુથ ચર્ચા, ગ્રૂપ મિટિંગ, લક્ષીત દંપતિઓ સાથે વ્યક્તિગત સંપર્ક કરી તેમાં લગ્નની નિયત ઉંમર, ૨૦ વર્ષની ઉંમર બાદ બાળક, લગ્ન બાદ પ્રથમ બાળક તરત નહીં, બે બાળકો વચ્ચે સુરક્ષિત અંતર, નાના કુટુંબના ફાયદા વિગેરે બાબતો પર તેમજ કુટુંબ નિયોજનની કાયમી અને બિન કાયમી પધ્ધતિઓ વિશે નિદર્શન (Basket Of Choice) ધ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.,કુટુંબ નિયોજનની સેવાઓ અંતર્ગત પુરૂષોએ પણ તેમાં ભાગીદારી નોંધાવી પુરુષ નસબંધી (એન.એસ,વી.) અપનાવવી જોઈએ તે અંગે પણ ચર્ચા કરવામાં આવી.

​અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો , સામુહિક આરોગ્ય કેન્દ્રો, હેલ્થ અને વેલનેસ સેન્ટરો, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ દરેક ગામમાં વિશ્વ વસ્તી દિનની ઉજવણીની થીમ સાથે સંદેશા પ્રસારિત કરી પ્લે કાર્ડ, બેનર,પોસ્ટર, પત્રિકા રેલી,રોડ શો, શિબિર, માઈકિંગ,વોલ પેઇંટીગ,ફેમિલી પ્લાનિંગનો નવો લોગો પ્રદર્શિત કરી વિવિધ આઈ.ઇ.સી. પ્રવૃતિઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. જન સમુદાયમા વસ્તી સ્થિરતા લાવવા અંગે રેલી,રોડ શો યોજી વધુમાં વધુ જન જાગૃતિ આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા.
​SBCC ના માધ્યમથી બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન સ્કીલ થકી કામગીરીમાં અસરકારક પરિણામ લાવી શકાય તે હેતુસર એસબીસીસી ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.