ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૪ ડિસેમ્બરના રોજ તમામ અદાલતોમાં નેશનલ લોકઅદાલત યોજાશે - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૪ ડિસેમ્બરના રોજ તમામ અદાલતોમાં નેશનલ લોકઅદાલત યોજાશે ——————


ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૪ ડિસેમ્બરના રોજ તમામ અદાલતોમાં નેશનલ લોકઅદાલત યોજાશે
------------------
નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા. ૧૪/૧૨/૨૦૨૪ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પૂરા થાય તે માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ના કેસ સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની દાવાઓ, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણીબીલ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્નસંબંધી કેસ, જમીન સંપાદનને લગતા કેસ મૂકી શકાશે.

જે પક્ષકારો કેસ મૂકવા માંગતા હોય તેમણે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રિકટ કોર્ટ, વેરાવળ અથવા ગીર-સોમનાથ જિલ્લાની તાલુકા કોર્ટોમાં આવેલ તાલુકાના કાનુની સેવા સમિતીનો સંપર્ક કરવો. એમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગીર સોમનાથના અધ્યક્ષ શ્રી પી.એસ.ગઢવી તથા સેક્રેટરી શ્રી કે.જી. પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image