માળીયા હાટીના માં ધોરણ 10 અને 12 પરીક્ષાનો પ્રારંભ
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષાનો પ્રારંભ
માળીયા હાટીના માં સવારે સરકારી હાઈસ્કૂલ, ગિરનાર હાઈસ્કૂલ, સરકારી ગર્લ્સ સ્કૂલ તેમજ ચાણક્ય સ્કૂલ ખાતે સવારે 10.30 કલાકે ધોરણ 10 ની અને બપોર બાદ ધોરણ 12 ની પરીક્ષા પ્રારંભ થયો હતો
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ની વાર્ષિક પરીક્ષા શરૂ થય રહી છે ત્યારે માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા, મેડિકલ એસોસિયન પ્રમુખ અમીનભાઈ પઠાણ, બ્રહ્મ સમાજના આગેવાન પ્રવીણભાઈ પાઠક, હાટી ક્ષત્રીય સમાજના આગેવાન દોલુભાઈ સીસોદીયા સહિતઆગેવાનો તેમજ સરકારી હાઈસ્કૂલના પ્રિન્સીપાલ શીતલ બેન સહિત સ્કૂલ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ને તિલક કરી મો મીઠા કરાવી વિદ્યાર્થીઓ ને કોઈ પણ પ્રકારના માનસિક તણાવ વગર ભય મુક્ત તેમજ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવી તમામ વિદ્યાર્થીઓ ને તેવી હાર્દિક શુભેચ્છાઓ.અને ખુબજ સુંદર પરિણામ મળે તેવી હાર્દીક શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી
ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્તરે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે શિક્ષકો દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા વિદ્યાર્થીઓની હોલ ટીકીટનું ચેકીંગ તેમજ વિદ્યાર્થીઓનું ચેકીંગ કરી હોલ માં પ્રવેશ આપ્યો હતો આ બોર્ડની પરીક્ષામાં ન્યાયીક રીતે લેવાય તે માટે અને પેપર લીકની ઘટના ન બને તે માટે શરૂ થતી પરીક્ષામાં ચેકિંગ સ્કવોડ, સીસીટીવી કેમેરા, પરીક્ષા કેન્દ્રો આસપાસ કડક પ્રબંધો કરવામાં આવ્યા છે.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.