ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કેડિલા બ્રિજ પાસે એક્ટિવા પર હેલ્મેટ પહેરેલા બે અજાણ્યા ઈસમોએ મહિલાના ગળામાંથી ચેઈન તોડી ફરાર થઈ ગયા હતા.
(તસ્વીર પ્રતિકાત્મક છે.)
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા કેડિલા બ્રિજ પાસે એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મહિલાના ગળામાંથી ચેઈન તોડી ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, એક બહેન તેમના જમાઈની કારમાં ડૉ.ગૌતમ મહેશ્વરીના ક્લિનિક પર દવા લેવા આવી હતી. ડોક્ટર પાસેથી દવા લીધા બાદ બહેન કારમાં બેસવા માટે કારનો દરવાજો ખોલવા જતા હતા તે દરમિયાન એક્ટિવા પર આવેલા હેલ્મેટ પહેરેલા બે શખ્સોએ મહિલાના ગળામાંથી દોઢ તોલાની 80 હજારની કિંમતની સોનાની ચેઈન તોડી ફરાર થઈ ગયા હતા.,જેની રાતનાં 8:30 વાગ્યા ની આસપાસ આ ઘટના ઘટી હતી.
મહિલાના ગળામાંથી ચેઈન તોડીને ભાગી ગયેલા અજાણ્યા ઈસમોની ઉંમર આશરે 30 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું.
જમાઈ કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠા હતા અને કારનો દરવાજો ખોલીને કારમાં બેસવા જતાં મહિલા આ ઘટનાનો ભોગ બની હતી. અચાનક બનેલી આ ઘટનાથી મહિલાઓ ભયભીત થઈ ગઈ હતી અને ચેઈન સ્નેચરોએ હેલ્મેટ પહેરેલી હોવાથી મહિલાઓ ચેઈન સ્નેચરોના ચહેરા જોઈ ન શકે તે સ્વાભાવિક છે, પરંતુ ડરી ગયેલી મહિલા ચેઈન સ્નેચરોના એક્ટિવાનો નંબર પણ જોઈ શકી ન હતી.એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
ઘટના બાદ મહિલાએ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.આ ઘટનાની સૂચના ઈસનપુર પોલીસને મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલા સાથે બનેલી ઘટનાની જાણકારી પ્રાપ્ત કરી એક્ટિવા પર હેલ્મેટ પહેરી મહિલાનાં ગળામાંથી ચેઈન તોડી ફરાર અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
SAURANG THAKKAR, AHMEDABAD
(Ahmedabad District Bureau Chief)
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.