રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૪,૫,૬માં રહેતા શહેરીજનોના લાભાર્થે ૮માં તબક્કાનો “સેવાસેતુ” નો કાર્યક્રમ યોજાયો. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૪,૫,૬માં રહેતા શહેરીજનોના લાભાર્થે ૮માં તબક્કાનો “સેવાસેતુ” નો કાર્યક્રમ યોજાયો.


રાજકોટ શહેર તા.૨/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા પણ મહાનગરપાલિકાને લગત જુદી-જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારશ્રીની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી-જુદી તારીખોએ વિશેષ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૨/૭/૨૦૨૨ શનિવારના રોજ વોર્ડનં.૪,૫,૬માં રહેતા શહેરીજનોના લાભાર્થે ૮માં તબકકાના “સેવાસેતુ” નો કાર્યક્રમ સવારે ૯ કલાકે શ્રી અટલ બિહારી વાજપાઈ ઓડીટોરીયમ ખાતે યોજાયો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજયના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગનાં માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી હતા. આ પ્રસંગે સાંસદશ્રી (રાજ્યસભા) રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર, વોર્ડનં.૪,૫,૬ ના કોર્પોરેટરશ્રી શ્રીમતિ કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, કાળુભાઈ કુગશીયા, પરેશભાઈ પીપળીયા, રસીલાબેન સાકરીયા, વજીબેન ગોલતર, હાર્દિકભાઈ ગોહિલ, દિલીપભાઈ લુણાગરીયા, દેવુબેન જાદવ, મંજુબેન કુગશીયા, પરેશભાઈ પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા, શહેર સંગઠનના હોદ્દેદારો, સીટી એન્જી. અઢીયા, સેક્રેટરી ડૉ.રૂપારેલીઆ, આસી. કમિશનર વી.એમ.પ્રજાપતિ, આરોગ્ય અધિકારી ડૉ.વંકાણી, નાયબ આરોગ્ય અધિકારી ડૉ.રાઠોડ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેલ. કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાત રાજયના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના માન.મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ ઉપસ્થિત મહાનુભાવોનો શાબ્દિક સ્વાગત કરી નગરજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં જીલ્લા, તાલુકા કક્ષાએ તથા નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ યોજવામાં આવતા આ “સેવાસેતુ” કાર્યક્રમ થકી અનેક અનેક નાગરિકોએ લાભ મેળવેલ છે. અગાઉની સરકારોમાં છેલ્લા ઘણા વર્ષોથી પરંપરા હતી સરકારી કામ માટે કચેરીએ ધક્કા ખાવા પડતા, છતાં કામો થતા ન હતા. છેલ્લા ૨૫ વર્ષથી લોકોના કામ માટે ઘર આંગણે જઈ ધક્કા ખવડાવ્યા વગર કામો થાય તે માટે પ્રયત્ન થતા રહ્યા છે. વર્ષો પહેલા માત્ર વાતો કરવામાં આવતી હતી, કામો થતા ન હતા. પરંતુ, દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શાસનની ધૂરા સંભાળી ત્યારથી રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારી સેવાઓનો લાભ ઘર આંગણે જ મળી તે માટે ગરીબ કલ્યાણ મેળા, સેવાસેતુ વગેરે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ જેણે લીધે લોકોનો કિંમતી સમય બચી જવા પામેલ છે. આજના સમયમાં રેશનકાર્ડ, આધારકાર્ડ તેમજ સરકારની અન્ય યોજનાઓની કામગીરી ઝડપી બની છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે લોકોને અરસ-પરસ સંબંધ સારો હોય તો પૈસા તો ઉછીના મળી જાય છે, પરંતુ, દસ્તાવેજી પુરાવા તો પોતાના જ જરૂરી બને છે, અન્યના આધાર પુરાવા નહિ. વર્ષો પહેલા સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ તો તૈયાર થતી, પરંતુ તેનો લાભ લોકો સુધી પહોંચી શકતો ન હતો, હાલની સરકાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને સીધો જ આપવામાં આવી રહ્યો છે. દેશના આદરણીય પ્રધાનમંત્રીશ્રી જયારે પોતે નાગરિકોની જરૂરિયાતો માટે સંકલ્પબદ્ધ હોય ત્યારે આપણા સૌની પણ ફરજ બને છે કે, સરકારના આયોજનને આપણે સૌ સફળ બનાવીએ. આ પ્રસંગે ડે.મેયર દર્શિતાબેનએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે સેવાસેતુ કાર્યક્રમનો હેતુ “જ્યાં માનવી ત્યાં સુવિધા” અને લોકોના સુખે સુખી તથા લોકોના દુઃખે દુઃખી એવી હાલની રાજ્ય સરકારશ્રી દ્વારા લોકોના લાભાર્થે મુકાતી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો છે. લોકોને સરકારી વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે, લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે લોકોએ સરકારના દ્વારે જવાને બદલે સરકાર લોકોના દ્વારે આવીને ઉભી છે. જુદી-જુદી ૫૧થી વધુ યોજનાઓનો લાભ સરળતાથી મળે તે મુજબનું આયોજન કરવામાં આવે છે. કોઈપણ બીમારી આવે ત્યારે ગભરાવાની જરૂર નથી, સરકારશ્રી દ્વારા આપવામાં આવતા આયુષ્માન ભારત કાર્ડ થકી રૂ.૫ લાખ સુધીની સારવાર વિનામુલ્યે આપવામાં આવે છે. સૌને સરળતાથી તમામ યોજનાનો લાભ મળી રહે તે ઉદ્દેશથી “સેવાસેતુ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની શરૂઆતમાં માનનીય મંત્રીશ્રી તથા ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ ત્યારબાદ રાજ્યના માનનીય મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીનું પદાધિકારીશ્રીઓ તથા મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા તેમજ શહેર સંગઠન દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરેલ તેમજ કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. આ ઉપરાંત વોર્ડનં.૪,૫,૬ના મહિલા કોર્પોરેટર દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ. કાર્યક્રમના અંતે નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.