બોટાદ વર્તુળ કચેરી હેઠળ આવતી પેટા વિભાગીય કચેરીઓમાં લાઈટબીલના નાણાં સ્વીકારવાના સમયગાળામાં વધારો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jk8gk3wnnc9vaktx/" left="-10"]

બોટાદ વર્તુળ કચેરી હેઠળ આવતી પેટા વિભાગીય કચેરીઓમાં લાઈટબીલના નાણાં સ્વીકારવાના સમયગાળામાં વધારો


બોટાદ વર્તુળ કચેરી હેઠળ આવતી પેટા વિભાગીય કચેરીઓમાં લાઈટબીલના નાણાં સ્વીકારવાના સમયગાળામાં વધારો

નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના અંતિમ માસને ધ્યાનમાં રાખી પેટા વિભાગીય કચેરીઓમાં ૩૧ માર્ચ, ૨૦૨૩ના સાંજે ૭.૦૦ વાગ્યા સુધી વીજ ગ્રાહકો પાસેથી લાઈટબીલના નાણાં સ્વીકારાશે

નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના અંતિમ માસને ધ્યાને રાખી બોટાદ વર્તુળ કચેરી હેઠળ આવતી પેટા વિભાગીય કચેરીઓમાં નાણાં સ્વીકારવાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. વીજ ગ્રાહકો લાઈટ બીલ સરળતાથી ભરી કરી શકે તે માટે પી.જી.વી.સી.એલ. દ્વારા, બોટાદ શહેર, બોટાદ ગ્રામ્ય, પાળીયાદ, રાણપુર, બરવાળા, ગઢડા શહેર, ગઢડા ગ્રામ્ય, ઢસા તથા ધોળા પેટા વિભાગીય કચેરીઓમાં ૩૧ માર્ચ ૨૦૨૩, સાંજે ૭.૦૦ વાગ્યા સુધી નાણાં સ્વીકારવામા આવશે. તેમજ ગ્રાહકો ઘરે બેઠા QR codeથી પેમેન્ટ, ઓનલાઈન પેમેન્ટ, R.T.G.S. / N.E.F.T. , UPI પેમેન્ટ ગેટવે તેમજ નજીકની ગ્રામ પંચાયત ઓફિસે પણ વીજ બીલના નાણાંની ભરપાઈ કરી શકે છે.
પી.જી.વી.સી.એલની વર્તુળ કચેરી, બોટાદે ચાલુ નાણાંકીય વર્ષની શરૂઆતથી જ વીજ બીલના બાકી લેણાની વસુલાત માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. માર્ચ-૨૦૨૩ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે રોજબરોજ મેગા ડીસ કનેક્શન ડ્રાઈવનું આયોજન કરી બાકીદારો પાસેથી વસુલાત હાથ ધરવામાં આવી છે. વર્તુળ કચેરી દ્વારા તા. ૦૧.૦૩.૨૦૨૩થી ૧૨.૦૩.૨૦૨૩ સુધીમાં વિવિધ ટીમો બનાવી કુલ ૨૪, ૫૪૦ ગ્રાહકો પાસેથી રૂપિયા ૪૮૧.૦૫ લાખની સ્થળ પર વસુલાત કરવામાં આવી છે. તેમજ કુલ ૩૩૬ ગ્રાહકોના રૂપિયા ૨૨.૦૪ લાખના વીજ બીલના નાણાં સમયસર ભરપાઈ ન કરતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કામગીરી આગામી સમયમાં રજાના દિવસો સહિત સતત ચાલુ રાખવામાં આવશે. તમામ ગ્રાહકોને અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે લાઈટ બીલના નાણાં તેમજ બાકી રહેતી રકમ સમયસર ભરપાઈ કરવા અધિક્ષક ઈજનેર, પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી, બોટાદ દ્વારા જણાવાયું છે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]