ધનસુરા પોલીસ સ્ટેશન ના સ્ટાફ ની ધમકીની પીડાતી એક મહિલાને ન્યાય મળશે?
હાલ અરવલ્લી જિલ્લા માં હમણાંજ એક બાળકી ઉપર દુષ્કર્મ થાય તેજ દિવસે જામનગર માં બીજી દીકરી ઉપર દુષ્કર્મ થાય અને ધનસુરા ની પોલીસ પીડિત મહિલા બુટાલ ગામના એક મહિલા જશીબેન વિક્રમભાઈ ઓડ ધનશુરા પોલીસ સ્ટેશન માં ગયેલા પરંતુ ત્યાંથી મોડાસા મોકલેલ મહિલા પોલીસ સ્ટેશન માં પતિ વિરુદ્ધ અરજી આપવા સારુ પરંતુ મહિલા પોલીસ સ્ટેશન મોડાસા થી ધનસુરા પોલીસ સ્ટેશન માં કાગળો લઇ ને જવા જણાવેલ પરંતુ ધનસુરા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ દ્વારા બીભત્સ વર્તન ગાળો બોલી મહિલા પોલીસ બોલાવી જેલ માં પુરી ને માર મારવાની ધમકીઓ આપેલ હતી તેથી મહિલા ખુબ ડરી જતાં બેહોશ થઇ ને નીચે પડી ગયેલ હતી તેથી સારવાર માટે ધનસુરા સરકારી દવાખાના માં સારવાર કરાવી ને સમગ્ર બનાવ ની જાણ અરવલ્લી પોલીસ અધિક્ષક ને કરેલ હતી. ત્યાર બાદ મહિલા એ ન્યાય ની ગુહરા ધનસુરા નામદાર કોર્ટ માં ધનસુરા પોલીસ ગુજારેલ અત્યાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ હતી. તે ફરિયાદ નામદાર કોર્ટ મજુર રાખી બાયડ ડી.વાય.એસ.પી શ્રીં ને તપાસ સોંપેલ હતી તેથી ધનસુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ આ ફરિયાદ અંગે સમાધાન કરી લેવા સામ,દામ, દંડ, ભેદ થી એડી ચોંટી ના જોર થી પ્રયત્નો કરી નાખ્યા હતા. અન્ય લોકો ને મોકલી ને પણ સમાધાન કરાવી લેવા ધમકાવતા ફરિયાદી મહિલા કંટાળી પોતાનું ઘર છોડી બહાર જતાં રહેલ હતા. પરંતુ મહિલા ના ઘરે રસોઈ કામ અર્થે ચૂલો પર તપેલું મુકેલ હોઈ જે પાણી ગરમ કરવા વાપરવા માં આવતું હતું રસોડા માં ત્યાં પોલીસ કર્મચારીઓ મહિલા ને જો સમાધાન ના કર્યું તો દારૂ ગારો છો તેવા ખોટા કેસ માં ફસાવી દેશું તેવી ધમકીઓ આપી ને સમાધાન કરાવવા માટે ખોટા બ્લેકમેલ કરવામાં આવ્યા છે.સમગ્ર બનાવની જાણ થતા સામાજીક એકતા જાગૃતિ મિશન ઉત્તર ઝોન સહ પ્રભારી એડ. કિર્તીરાજ પંડ્યા અને અરવલ્લી જીલ્લા પ્રભારી એડ.વિજયકુમાર અમીન આજ રોજ 18/09/2024 દિવસે અરવલ્લી પોલીસ અધિક્ષક ને લૈખિત માં મહિલા ને સમાધાન માટે ધનસુરા પોલીસ દબાણ કરે નહિ અને ખોટી રીતે હેરાન કરવા માં ના આવે સમાધાન માટે દબાણ કરનાર પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી હમણાંજ એક પોલીસ અધિકારી ને લાત મારવાની ત્રણ લાખ નો દંડ કરીને હાઈ કોર્ટ કર્યો છે તેવી કાર્યવાહીકરવા માં આવે નહિતર સામાજીક એકતા જાગૃતિ મિશન દિન 5 માં આંદોલન માર્ગ અપનાવશે તેવી રજુઆતો કરી હતી..
જવાન સિંહ ઠાકોર અરવલ્લી.
મો9638500650
9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.