માનસિક રીતે અસ્થિર મહિલાનું મિલન કરાવતી અભયમ ટિમ
માનસિક રીતે અસ્થિર મહિલાનું મિલન કરાવતી અભયમ ટિમ
ઘરેથી નીકળી ગયેલ માનસિક રીતે અસ્થિર મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી બોટાદ અભયમ ટિમ
રાજ્યભરમાં માહિલાઓની સુરક્ષા માટે મહિલા હેલ્પનલાઈનની ટિમ 24×7 કલાક કામગીરી કરી રહી છે ત્યારે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાંથી એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પનલાઈનમાં કોલ કરી જણાવેલ કે એક બહેન રસ્તામાં એકલા આટાફેરા મારે છે અને કઈ બોલતા પણ નથી તેમની મદદ માટે 181 વાનની જરૂર છે જેને પગલે બોટાદ જિલ્લાના કાઉન્સેલર પરમાર જલ્પાબેન, કોન્સ્ટેબલ શેખ અનિષાબેન તેમજ પાયલોટ જમોડ હરેશભાઇ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મહિલા સાથે વાતચીત કરતા જણાવેલ કે તેમના પતિ અને સાસુ ઘરકામ બાબતે બોલાચાલી કરતા હોય અને સારી રીતે રાખતા ન હોય એટલે ઘરેથી નીકળી ગયેલ છે. તેમજ મહિલા હાલ સાસરીમાં જવા માંગતા ન હોય તેથી મહિલાના પિયરમાં કોણ છે તેની માહિતી મેળવેલ અને મહિલાએ જણાવેલ કે તેમનું પિયર લાઠીદડ ગામે છે. ત્યારબાદ 181ની ટીમ લાઠીદડ ગામે જઈ અને મહિલાના ઘરનું સરનામું પુછેલ તો તેમને તેમના ઘરનું સરનામું યાદ ન હોય તેથી ત્યાંના આજુબાજુના લોકો ની પૂછપૂરછ કરી હતી ત્યાંના લોકો મહિલાને ઓળખતા હોય તેથી સરનામું મેળવી અને મહિલાને તેમના પિયરમાં લઈ ગયેલ. ત્યારબાદ મહિલાના માતા સાથે વાતચીત કરતા જણાવેલ કે સવારના ઘરેથી નીકળી ગયેલ છે મહિલાને પાંચ બાળકો છે અને મહિલાને તેમના પતિઅને સાસુ ઘરકામ બાબતે બોલાચાલી કરતા હોય તેથી સાસરીમાંથી દસ દિવસથી પિયરમાં આવી ગયેલ છે. અને આજ કોઈને જાણ કર્યા વગર સવારના ઘરેથી નીકળી ગયેલ છે અને માનસિક અસ્વસ્થ હોવાથી ઘરેથી અવારનવાર નીકળી જાય છે અને મહિલાની દવા પણ ચાલુ હોવાનું જણાવ્યું હતું. 181 ની ટીમે મહિલાનું ધ્યાન રાખવા તેમના માતા અને ભાઈને સમજણ આપી અને પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું હતું અને મહિલાને સહીસલામત પરિવાર સાથે મિલન કરાવનાર 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કરી અને કામગીરી ને બિરદાવી હતી.
report, Nikunj chauhan botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.