કોમર્સ કોલેજ, મોડાસામાં યોગ અને આરોગ્ય કાર્યક્રમ યોજાયો

કોમર્સ કોલેજ, મોડાસામાં યોગ અને આરોગ્ય કાર્યક્રમ યોજાયો


ધી મ.લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એસ.શાહ કોલેજ ઓફ કોમર્સ, મોડાસામાં તા:૨૧-૦૧/૨૦૨૩ ના રોજ યોગ અને આરોગ્ય વિષય પર કાર્યક્રમ યોજાયો હતો જેમાં આચાર્યશ્રી વિક્રમ આર્યજી તથા શ્રી રોહિતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યજીએ આરોગ્ય માટે લાભકારી વિવિધ યોગાસનોની નિદર્શન સહ માહિતી આપી હતી. નીરોગી જીવન સંબંધી ખુબ જ ઉપયોગી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આચાર્ય ડૉ.સુધીર જોષી સાહેબે સ્વાગત પ્રવચનમાં યોગ અને આરોગ્યના સંબંધ વિષે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. કાર્યક્રમનું આયોજન કોમર્સ કોલેજ સંલગ્ન એન.એસ.એસ. વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »