સુરેન્દ્રનગર મોટી શાકમાર્કેટ પાસે સેવાભાવી યુવાન દ્વારા ગંદકી સાફ કરવામાં આવી હતી.
તા.01/10/2022/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં શહેરીજનોને જે સુવિધા મળવી જોઈએ તે નગરપાલિકા તંત્રના રાજમાં મળી શકતી ન હોવાના અનેક પુરાવા જોવા મળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની જાહેર માર્ગ ઉપર આવેલી મોટી શાકમાર્કેટ પાસે આવેલ સિકંદર સિંગની પાસે જાહેર માર્ગ ઉપર અસંખ્ય કચરો ભેગો થયો હતો અને આજુબાજુના વિસ્તારમાં પણ દુકાનદારો આ કચરાથી બદ સુરતી જોવા મળતી હતી ત્યારે આ જ વિસ્તારમાં અબ્દુલ નામના સકસે ઊભા થઈ અને પાવડો ઘરેથી લાવી અને પોતે જાતે સાફ-સફાઈ કરવાનું શરૂ કર્યું આખા માર્ગ ઉપર થી કચરો ઢસડી અને એક જગ્યા ઉપર કચરાનો ઢગલો કરવામાં આવ્યો જે તંત્રને આ તસવીર ઘણું બધું કહી અને તેમની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો ઊભા કરી રહી છે તે આ તસવીરમાં જોતા લાગી રહ્યું છે અને વાસ્તવિક પુરાવા રૂપ આ તસવીર હાલમાં લોકો ગણાવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.