*છોટાઉદેપુરના કલેકટરશ્રી અનિલ ધામેલિયાને અપાય ભાવભીની વિદાય*
*છોટાઉદેપુરના કલેકટરશ્રી અનિલ ધામેલિયાને અપાય ભાવભીની વિદાય*
------
છોટાઉદેપુર:સોમવાર :- તા.૦૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના દિવસે છોટાઉદેપુર જિલ્લાનો હવાલો સંભાળનાર કલેકટરશ્રી અનિલ ધામેલિયાની વડોદરા જિલ્લા કલેકટર તરીકે બદલી કરતા છોટાઉદેપુર કલેક્ટરશ્રીને જિલ્લા સેવાસદનના કર્મચારીઓ દ્વારા ભાવભીની વિદાય આપી હતી.
ઉલ્લેખનિય છે કે, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામેલિયા તેઓની વહીવટી કુશળતા અને સહજ સ્વભાવના કારણે જિલ્લાના નાગરીકોના પ્રિય બન્યા હતા. તેઓની આગવી સુઝબુઝ, અનુભવ અને કુનેહના કારણે જિલ્લામાં નાગરિકોના ઘણા પ્રશ્નોનુ હકારાત્મક નિરાકણ આવ્યું હતું .
આ વિદાયમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખ, અધિક નિવાસી કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી સહિતના અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી વિદાય આપવામાં આવી હતી.
અલ્લારખા પઠાણ નસવાડીવાલા
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે
