દુધધારા ડેરીમાં સતત પાંચમી ટર્મ માટે પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ પટેલની વરણી - At This Time

દુધધારા ડેરીમાં સતત પાંચમી ટર્મ માટે પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ પટેલની વરણી


દુધધારા ડેરીમાં સતત પાંચમી ટર્મ માટે પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ પટેલની વરણી

દૂધ ખરીદ ભાવમાં વધારો જાહેર કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ

ડેરીના ટેક્નિકલ સ્ટાફ માટેના કવાટર્સ નું લોકાર્પણ

દહીંના પ્લાન્ટને એક્સપાન કર્યો : ૫૦ ટન દહીં ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ

ભરૂચની દુધધારા ડેરીમાં સતત પાંચમી વખત ઘનશ્યામભાઈ પટેલની બિનહરીફ વરણી થતા ડેરીની છાવણીમાં આનંદની લાગણી છવાઈ છે. ઘનશ્યામભાઈ પટેલે પ્રમુખ તરીકેની નિયુક્તિ થતા જ દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટ દીઠ રૂપિયા ૨૫ થી ૩૦નો વધારો જાહેર કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ ઉભો થયો છે. પ્રમુખ તરીકેની વરણી પૂર્વે ઘનશ્યામભાઈ પટેલે ડેરીના દહીંના પ્લાન્ટને એક્સપાન કરવા સાથે ૧૬ જેટલા સ્ટાફ ક્વાટર્સનું લોકાર્પણ પણ કર્યા હતા.

ભરૂચની દૂધધારા ડેરીમાં પ્રમુખ તરીકેની ચૂંટણી જિલ્લાના પ્રાંત અધિકારી યુ.એન.જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને મહામંત્રી ફતેસિંગ ગોહિલની હાજરીમાં ડેરીના પ્રમુખ તરીકે સર્વાનુમતે ઘનશ્યામભાઈ પટેલની સતત પાંચમી વખત બિનહરીફ વરણી થતા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ તેમને વધાવી લીધા હતા.
ઘનશ્યામભાઈ પટેલ સહકારી અને રાજકીય ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવે છે. નર્મદા જિલ્લાની ધારીખેડા સુગરમાં તેઓ છેલ્લા ૩૦ વર્ષથી તેઓ નેતૃવ કરે છે. નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેનો કાર્યભાર સાંભળતા ઘનશ્યામભાઈ પટેલ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.

વર્ષ ૨૦૦૭-૦૮માં તેઓ દુધધારા ડેરીના પ્રથમ વખત નિયુક્ત થયા હતા. ત્યારથી તેઓ સતત ડેરીમાં પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાતા આવ્યા છે.૨૦૦૮માં ૨૫૦૦૦ પશુપાલક પરિવારો પાસેથી દૈનિક દૂધ કલેકશન 30 હજાર લીટર હતું. અને ૨૭ કરોડનું ટર્ન ઓવર હતું.ઘનશ્યામભાઇ કુશળ વહીવટના કારણે આજે ૧ (એક ) લાખ પશુપાલક પરિવારો રોજીરોટી મેળવે છે. જેમની પાસેથી ૨,૨૫,૦૦૦ લીટર દૂધ કલેકશન થાય છે. સાથે ટર્ન ઓવર ૬૨૯ કરોડે પહોંચ્યું છે. ડેરીએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ પોતાનું કાર્યક્ષેત્ર ઉભું કર્યું છે. મહારાષ્ટ્રના ધૂળિયા, જલગાવ અને નંદુરબાર ખાતે પણ અંદાજે ૨૫૦૦૦ પરિવારો પાસેથી દૂધ ખરીદી તેમને રોજગારીની તકો આપી છે.

પ્રમુખ તરીકેની વરણી બાદ ઘનશ્યામભાઈ પટેલે પશુપાલકોના હિત માં દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂપિયા ૨૫ થી ૩૦ નો વધારો જાહેર કરતા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે. આ અવસરે ઘનશ્યામભાઈ પટેલે ડેરીમાં દહીંની ૩૦ ટન ની ઉત્પાદન ક્ષમતાને ૫૦ ટનની સુધી વધારી તેનો શુભારંભ કરાવ્યો હતો. સાથે ડેરીના ટેક્નિકલ સ્ટાફ માટેના કવાટર્સનું લોકાર્પણ કર્યું હતું.

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon