આરોગ્ય કેન્દ્રમાં જ સપ્તાહમાં 480 દર્દી
સતત ત્રીજા સપ્તાહે વાઈરલ બીમારીના કેસ વધ્યા
આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલ દર્દીથી ઊભરાયા
રાજકોટ શહેરમાં હાલ વાઇરલ રોગચાળાએ ભરડો લીધો છે. ગત સપ્તાહે મનપાના આરોગ્ય કેન્દ્રમાં શરદી, ઉધરસના 436 કેસ નોંધાયા હતા પણ ફેબ્રુઆરી માસના સપ્તાહમાં જ આ આંક 481 થયો છે. આ સાથે 1 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધીમાં 1877 કેસ નોંધાયા છે. આ સિવાય ઝાડા ઉલટી અને સામાન્ય તાવ કેસમાં પણ નજીવો વધારો જોવા મળ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.