દસાડા તાલુકાના ૨૪ ગામના અગરીયાઓની રજૂઆતો ધ્યાને લઈ સેવા સેતુનું આયોજન
તા.24/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સહકાર અને મીઠા ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ‘‘સરકાર તમારે આંગણે’’એ સૂત્રને ચરિતાર્થ કર્યું છે. મંત્રી વિશ્વકર્માએ તાજેતરમાં દસાડા તાલુકાના રણ વિસ્તારમાં અગરીયાઓની મુલાકાત લઈ તેમની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતાં જે સંદર્ભે અને તેનો ઉકેલ લાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ર૪/૦૨/૨૦૨૩, શુક્રવારના રોજ ખારાઘોડા ગામ મુકામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન હાથ ઘરવામાં આવ્યું હતું જેમાં ખારાઘોડા ગામ ઉ૫રાંત આજુ બાજુના ર૪ ગામના વિસ્તારમાં ફેલાયેલ અગરીયાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત તેઓની રજૂઆત મુજબ શ્રમ કામદાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આઘારકાર્ડ, રેશનકાર્ડને લગતી સેવાઓ, વિવિઘ દાખલા/પ્રમાણ૫ત્ર અંગેની સેવાઓ, આરોગ્ય, પંચાયત, નગરપાલિકા, ફોરેસ્ટ, પશુ સારવાર સહિતની વિવિઘ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. સ્થાનિક તથા આજુ બાજુના ગામલોકો અને રણ વિસ્તારમાં વસવાટ કરતા અગરીયાઓ બહોળી સંખ્યામાં હાજર રહી સરકારની વિવિધ સેવાઓનો ઘરઆંગણે લાભ મેળવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.