આર્ટસ ફેકલ્ટીના તમામ હેડનો સીટ નંબર વગર પરીક્ષા લેવાનો ઈનકાર. - At This Time

આર્ટસ ફેકલ્ટીના તમામ હેડનો સીટ નંબર વગર પરીક્ષા લેવાનો ઈનકાર.


એમ . એસ . યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ૬ ઓક્ટોબરથી ઈન્ટરનલ ૬ પરીક્ષા શરુ થવાની છે ત્યારે ફેકલ્ટીના તમામ હેડ અને પરીક્ષા વિભાગના અધિકારીઓ વચ્ચે સોમવારે સાંજે એક બેઠક યોજાઈ હતી . જેમાં તમામ હેડે પરીક્ષા વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રારને કહ્યુ હતુ કે , જો પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓના બેઠક નંબર જનરેટ નહીં થાય તો અમે પરીક્ષા લેવા માટે તૈયાર નથી . સૂત્રોનુ કહેવુ છે કે , ગયા વર્ષે બેઠક નંબર વગર નામના આધારે પરીક્ષા લેવાનો કડવો અનુભવ તમામ હેડને થયો હતો . નંબરના આધારે લેવાયેલી પરીક્ષા બાદ હજી પણ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓના પરિણામ અટવાયેલા છે . આ વર્ષે એટલે જ બેઠક નંબર વગર પરીક્ષા લેવા માટે તમામ હેડ તૈયાર નથી . ૬ ઓક્ટોબરથી બીએ સેમેસ્ટર ૩ , સેમેસ્ટર પાંચ તેમજ એમએના સેમેસ્ટર ૩ ની પરીક્ષા શરુ થવાની છે . જોકે હજી સુધી એક પણ વિદ્યાર્થીનો સીટ નંબર જનરેટ થયો નથી . સૂત્રોનુ કહેવુ છે કે , એમએના ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની ફી ભરાઈ ચુકી છે પણ યુનિવર્સિટીના સોફટવેરની ટેકનિકલ સમસ્યાના કારણે આ વિદ્યાર્થીઓના બેઠક નંબર હજી જનરેટ થયા નથી બીએ સેમેસ્ટર ૨ નુ તો પરિણામ જ જાહેર નહીં થયુ હોવાના કારણે સેમેસ્ટર ૩ ના વિદ્યાર્થીઓ ફી ભરી શકે તેમ જ નથી . વિદ્યાર્થીઓ ફી નહીં ભરે તો તેમના સીટ નંબર જનરેટ નહીં થાય . સેમેસ્ટર પાંચમાં ફી ભરવા માટેની લિન્ક હજી ગયા સપ્તાહે જ ખોલવામાં આવી છે અને વિદ્યાર્થીઓ હજી પણ ફી ભરી રહ્યા છે . ફી ભરવાની સમય મર્યાદા પૂરી થયા બાદ સીટ નંબર જનરેટ થાય તેવી શક્યતાઓ છે . જો બેઠક નંબર જનરેટ નહીં થાય અને હેડ પરીક્ષા લેવા તૈયાર નહીં થાય તો ફેકલ્ટી સત્તાધીશોને ફરી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવાની ફરજ પડશે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon