રાજકોટમાં બનશે દેશનું સૌથી મોટુ વૃદ્ધાશ્રમ અહીં વૃદ્ધોને મળશે ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધા, 23મીથી મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થશે
રાજકોટ નજીક પડધરી પાસે રૂપિયા 300 કરોડના ખર્ચે દેશના સૌથી મોટા સદભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ કરાઈ રહ્યું છે. પડધરીના રામપર નજીક બની રહેલા આ વૃદ્ધાશ્રમમાં એક સાથે 5100 વૃદ્ધો રહી શકે તે માટે 11 માળના કુલ 7 બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અહીં જે વૃદ્ધોને રાખવામાં આવશે તેઓને હોટલ જેવી સુવિધા મળી રહેશે. રાજકોટ નજીક બની રહેલા દેશના સૌથી મોટા વૃદ્ધાશ્રમના લાભાર્થે 23મી તારીખથી રાજકોટના આંગણે મોરારિબાપુની રામકથા યોજાશે. રાજકોટના રેસકોર્સમાં મોરારિબાપુની કથાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.