પૂરક પરીક્ષાના અંતિમ દિવસે ધો.૧૦માં વિજ્ઞાન વિષયમાં ૨૮૪૬ છાત્રોએ પરીક્ષા આપી - At This Time

પૂરક પરીક્ષાના અંતિમ દિવસે ધો.૧૦માં વિજ્ઞાન વિષયમાં ૨૮૪૬ છાત્રોએ પરીક્ષા આપી


*પૂરક પરીક્ષાના અંતિમ દિવસે ધો.૧૦માં વિજ્ઞાન વિષયમાં
૨૮૪૬ છાત્રોએ પરીક્ષા આપી*
************
*ધો.૧૨ સામાન્ય પ્રવાહના તત્વજ્ઞાન વિષયમાં ૩૨૨ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી*
***************

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ - ૧૦ અને ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા શાંતિ પુર્ણ માહોલમાં સંપન્ન.
પૂરક પરીક્ષા-૨૦૨૨ના અંતિમ દિવસે ધોરણ ૧૦માં વિજ્ઞાન વિષય(૦૧૧)માં વિષયમાં ૩૩૩૯ વિધ્યાર્થીઓ પૈકી ૨૮૪૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૪૯૩ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. ગુજરાતી માધ્યમના વિજ્ઞાન વિષયમાં ૨૮૦૭ વિધ્યાર્થીઓ હાજર રહ્યા જ્યારે ૪૯૨ વિધ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી. અંગ્રેજી માધ્યમમાં ૩૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ૦૧ વિધ્યાર્થીની ગેરહાજરી નોંધાઇ હતી.

ધોરણ-૧૨માં સામાન્ય પ્રવાહના વિવિધ વિષયમાં ૮૨૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતી વિષય(૦૧)માં ૧૪, હિંદી વિષયમાં ૦૧, અંગ્રેજી(૧૩) વિષયમાં ૨૩૨, અર્થશાસ્ત્રમાં ૧૨, વાણીજ્ય વ્યવસ્થામાં ૨૬, કૃષિવિધ્યામાં ૦૩, સંસ્કૃત વિષયમાં ૩૪, આંકડાશાસ્ત્ર વિષયમાં ૭૩, તત્વજ્ઞાન વિષયમાં ૩૨૨, સમાજ શાસ્ત્રમાં ૧૬, મનોવિજ્ઞાન વિષયમાં ૧૩, ભૂગોળમાં ૦૯, નામાના મૂળતત્વોમાં ૨૫, કોમ્પ્યુટર વિષયમાં ૩૫, સેક્રેટરીયલ પ્રેક્ટીસ વિષયમાં ૦૯, અનિવાર્ય વ્યાકરણ વિષયમાં ૦૨ અને અંગ્રેજી (એલ.એલ) વિષયમાં ૦૩ છાત્રોએ પરીક્ષા આપી હતી. એમ શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.