જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે સ્તન અને ગર્ભાશય કેન્સરનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો - At This Time

જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે સ્તન અને ગર્ભાશય કેન્સરનો ફ્રી નિદાન કેમ્પ યોજાયો


વીરપુર જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહિલાઓ માટે સ્તન અને ગર્ભાશય કેન્સરનો ફ્રી નિદાન કેમ્પ રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને વીરપુર સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે યોજાયો

ટ્રસ્ટના પ્રમુખશ્રી મયંક જોષી અને ટ્રસ્ટીશ્રી જીગર પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીશ્રી મુક્તિબેન કાકા અને નચિકેત પંડ્યા દ્વારા કેટલાય દિવસોથી ગામેગામ ફરી મહિલાઓને કેન્સર જાગૃતિ માટે માહિતી આપી ફ્રીમાં કેન્સરના ટેસ્ટ કરાવવા અને કેમ્પમાં આવવા સમજાવવામાં આવ્યા હતા તેમજ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સૂચના અને માર્ગદર્શનથી જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ આઈસીડીએસ વિભાગના સહકારથી આ કેન્સર ચેકપ કેમ્પમાં 1000 થી પણ વધુ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ડો.આરતીબા જાડેજા, ડો.ક્રિષ્નપાલસિંહ સોલંકી સહિત અમદાવાદથી આવેલ રેડ ક્રોસની ટીમ દ્વારા મહિલાઓને કેન્સરને લગતા તપાસની ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ પટેલ, અગ્રણીશ્રી દશરથભાઈ બારીયા, અગ્રણીશ્રી પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કે કે પરમાર સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image