પાંચ દિવસ માટે કાર ભાડે લઇ ગયા બાદ પરત ન કરી
સેલેનિયમ સિટી હાઇટ્સમાં રહેતા શખ્સ સામે ફરિયાદ
શહેરના જામનગર રોડ પરના એપાર્ટમેન્ટમાં રહેતો શખ્સ પાંચ દિવસ માટે કાર ભાડે લઇ ગયા બાદ છ મહિના સુધી તેણે કાર પરત નહીં કરતાં તેની સામે ઠગાઇનો ગુનો નોંધાયો હતો.
ગત તા.30 માર્ચના હેમલ વસાણી દરરોજના રૂ.3500ના ભાડાથી ક્રેટા કાર પાંચ દિવસ માટે કિશોરભાઇ પાસેથી ભાડેથી લઇ ગયો હતો અને રૂ.15 હજાર એડવાન્સ પેટે ચૂકવ્યા હતા, પાંચ દિવસ પૂર્ણ થતાં હેમલ કાર પરત આપવા નહીં આવતા તેને ફોન કરવામાં આવ્યો હતો અને હેમલે હજુ પણ તેને અઠવાડિયું થશે તેમ કહ્યું હતું, ત્યારબાદ વધુ બે દિવસનું કહી કાર પરત આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતા, છ મહિના વીતી જવા છતાં કાર પરત નહીં આવતા પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતાં અંતે મિલને ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુનો નોંધી આરોપી હેમલ વસાણીની શોધખોળ શરૂ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.