ઉદયનગર, ન્યુગણેશ સોસાયટી અને રૈયાધારમાં દરોડા: જુગાર રમતા 20 પકડાયા - At This Time

ઉદયનગર, ન્યુગણેશ સોસાયટી અને રૈયાધારમાં દરોડા: જુગાર રમતા 20 પકડાયા


શહેરમાં શ્રાવણીયા જુગારે ગતિ પકડી હોય તેમ ઉદયનગર, ન્યુ ગણેશ સોસાયટી અને રૈયાધારમાં જાહેરમાં અને બંધ બારણે જુગાર રમતા 20 શખ્સોને રૂા.51 હજારની રોકડ સાથે પોલીસે દબોચી કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત અનુસાર માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઈ એમ.એસ. મહેશ્ર્વરી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા
ત્યારે સાથેના કોન્સ્ટેબલ અંકીતભાઈ નિમાવતને મળેલ ચોકકસ બાતમીના આધારે મવડી મેઈન રોડ પર ઉદયનગર શેરી નં.1માં નિલકંઠ એવન્યુ એપાર્ટમેન્ટ-301માં રહેતા મનુગીરી બળવંતગીરી ગૌસ્વામીના મકાનમાં બંધ બારણે ચાલતા જુગારમાં દરોડો પાડી જુગટુ ખેલતા સુરેશ ભીખુ ભરવાડ, મનુગીરી બળવંતગીરી ગૌસ્વામી, પ્રવીણ પરસોતમ પ્રજાપતી, વિનુ ઠાકરશી ગાંધી, રમેશ કરશન ચાવડા, હસમુખ ભીખુ ભરડવા અને અશ્વીન પરસોતમ ગાધેરને દબોચી રૂા.33400ની રોકડ કબ્જે કરી હતી.
બીજા દરોડામાં કોઠારીયા રોડ ન્યુ ગણેશ સોસાયટી શેરી નં.1માં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ભરત ધીરૂ ટાંક, વિશાલ ભગવાનજી ડાંગર, વિશાલ ચંદુ કારેલીયા, અજય ભગવાનજી અને જયદિપસિંહ વેલુભા ઝાલાને રૂા.7810ની રોકડ સાથે આજી ડેમ પોલીસ મથકના પીએસઆઈ જે.કે. ગઢવી અને ટીમે દબોચી કાર્યવાહી કરી હતી.
ત્રીજા દરોડામાં રૈયાધાર મફતીયાપરા શેરી નં.32માં રહેતા મહેશ લક્ષ્મણ વાઘેલાના મકાનમાં બંધ બારણે ચાલતા જુગારધામમાં દરોડો પાડી જુગાર રમતા મહેશ લક્ષ્મણ વાઘેલા રમેશ દેવા રાઠોડ, મહેશ દેવજી, મનોજ દેવજી પરમાર, પ્રદીપ જગદીશ, પ્રદીપ વિનોદ વાઘેલા, રાજેશ પાંચા ચૌહાણ, કૌશલ નિતીન મકવાણા અને વિપુલ બચુ ચાવડાને રૂા.10700ની રોકડ સાથે દબોચી કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon