કોઠારીયા સોલવન્ટમાં બે મકાનમાંથી રૂા.4.81 લાખના દાગીના-રોકડની ચોરી
રાજકોટમાં કોઠારીયા સોલવંટમાં બે મકાનમાંથી રૂ.4.81 લાખના દાગીના-રોકડ ચોરી થયાનું સામે આવતાં આજીડેમ સહિતનો પોલીસ કાફલો દોડતો થયો હતો. ભરવાડ પરીવાર મજૂરીકામ પર ગયાં બાદ ત્રાટકેલા તસ્કરોએ કબાટમાંથી દાગીના અને રોકડ મળી રૂ.3.35 લાખની મતા ઉઠાવી બાદમાં પાડોસીના મકાનમાંથી પણ હાથફેરો કરી રૂ.1.46 લાખની મતાની ચોરી કરી હોવાનું ખુલતાં કુલ રૂ.4.81 લાખના મુદામાલની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે કોઠારીયા સોલ્વન્ટમાં શિવશક્તિ સોસાયટી શેરી નં.1 માં રહેતાં મંગુબેન લાખાભાઈ ખાટરીયા (ઉ.વ.45) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અને તેમના પતિ કારખાનામાં મજુરીકામ કરે છે. તેમને સંતાનમા એક દીકરો તથા ત્રણ દીકરી છે.
ત્રણેય દિકરી સાસરે છે અને પુત્ર તેમની સાથે રહે છે. ગઈકાલે સવારના સાડા સાતેક વાગ્યાની આસપાસ તેઓ તેના પતિ તેમજ પુત્ર અને પૌત્રવધુ પોત પોતાના કામ પર ગયેલ હતા.
દરમિયાન સાડા ચારેક વાગ્યાની આસપાસ પડોશી મયુરભાઈનો ફોન આવેલ અને વાત કરેલ કે, મારા ઘરે ચોરી થયેલ છે અને તમારા ઘરના પણ તાળા તુટેલ છે. તેમ વાત કરતાં તેઓ તાત્કાલીક ઘરે ગયેલ અને ઘરે જઈને જોતા ઘરની ડેલી ખુલી હતી અને અંદર જઈ રૂમમા જોતા રુમનુ તાળુ તુટેલ હતુ અને સામાન વેર-વિખેર પડેલ હતો. રૂમમા રાખેલ લાકડાના કબાટના દરવાજા ખુલા અને કબાટના લોક તુટેલ જોવામા આવેલ હતાં.
કબાટમા રાખેલ સોના ચાંદીના ઘરેણા જેમા સોનાનો હાર આશરે 5 તોલાનો રૂ.2 લાખ, બે સોનાની મરઘલી 2 તોલાની રૂ. 80 હજાર, એક સોનાની અડધા તોલાની બુટી રૂ.20 હજાર, સોનાની કાનની નખલી 1 જોડી રૂ.3 હજાર, સોનાના નાકના દાણા 2, ચાંદીની લક્કી 2, 1 ચાંદીનુ કડુ, ચાંદીના સાંકળા 2 જોડી જોવા મળેલ નહિ. ઉપરાંત કબાટમાં રોકડ રકમ રાખેલ હતી તે પણ ગાયબ હતી.
જેથી ઘરમાંથી ચોરી થયેલનું સામે આવ્યું હતું. તેમજ પડોશમા રહેતા મયુરભાઈ કનુભાઈ લખલાણીના મકાનમાંથી પણ ચોરી થયેલ હોય અને તેમના મકાનમાંથી પણ 1 જોડી સોનાની કાનની સરી આશરે 8 ગ્રામની રૂ.35 હજાર, ત્રણ જોડી સોનાની કાનની બુટી દોઢ તોલાની રૂ.60 હજાર, ત્રણ સોનાના નાકના દાણા, બે સોનાની નાકની નથડી, 1 સોનાનો ઓમકાર, ચાંદીના પગના સાંકળા 3 તેમજ રોકડા રૂ.20 હજારની ચોરી થયેલ હોવાનું સામે આવ્યું હતું.
તેમના બંધ રહેલ મકાનમાંથી રૂ.3.35 લાખ અને તેમની પડોસીના મકાનમાંથી રૂ.1.26 લાખ મળી કુલ રૂ.4.81 લાખના મુદામાલની ચોરી થતાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી પીઆઈ એ.બી.જાડેજા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.