" ડભોઇ કોમર્સ કોલેજ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી, વડોદરા ગ્રામ્ય પોલીસ તથા હાર્ટફુલનેશ સંસ્થાના સહયોગથી સુરક્ષા સેતુ તેમજ વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો " - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jd6mp72kytctnqyk/" left="-10"]

” ડભોઇ કોમર્સ કોલેજ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી, વડોદરા ગ્રામ્ય પોલીસ તથા હાર્ટફુલનેશ સંસ્થાના સહયોગથી સુરક્ષા સેતુ તેમજ વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો “


" ડભોઇ કોમર્સ કોલેજ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી, વડોદરા ગ્રામ્ય પોલીસ તથા હાર્ટફુલનેશ સંસ્થાના સહયોગથી મેડિટેશન તેમજ વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો "

આજ રોજ ડભોઇ કોલેજ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી, વડોદરા ગ્રામ્ય પોલીસ તથા હાર્ટફુલનેશ સંસ્થા દ્વારા મેડિટેશન તેમજ વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વડોદરા જિલ્લાના પોલીસ વડા સહિત ડભોઇ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ કોલેજના વિદ્યર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો હેતું આધુનિક યુગના યુવાનોને તણાવ મુક્ત તેમજ વ્યસન મુક્ત કરવા મેડિટેશન જરૂરી છે. આ વિષય અંગે તજજ્ઞો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આજના યુવાનો નાની ઉંમરમાં વ્યસનના રવાડે ચડી જતા હોય છે, તેમજ અનિયમિત દિનચર્યાના કારણે તણાવનો ભોગ બનતા હોય છે. છેવટે તણાવના કારણે હતાશ થઈ ઘણા યુવાનો દ્રારા આત્મહત્યા જેવા ગંભીર પગલાં લેવાના બનાવો વધી રહ્યા છે. જેથી યુવાનોમાં હતાશ તેમજ તણાવ દૂર થાય તે માટે મેડિટેશન ખૂબ જરૂરી છે. જે અંગેની માહિતી તેમજ માર્ગદર્શન આ કાર્યક્રમમાં પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ યુવાનો વ્યસનમુક્ત થાય અને પોતાની કારકિર્દી ઉપર ધ્યાન આપે તે અંગે પણ તેઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસ.પી. રોહન આનંદ, ડીવાયએસપી કલ્પેશ સોલંકી, ડભોઇ પી.આઇ.એસ.જે.વાઘેલા, એસઓજી પી.આઈ.એમ.આર.ચૌધરી, પી.આઈ. બી.એ.ભટ્ટ, તથા વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]