ત્રણ વર્ષમાં ત્રીજા પ્રાદેશિક પક્ષે ભાજપનો સાથ છોડયો - At This Time

ત્રણ વર્ષમાં ત્રીજા પ્રાદેશિક પક્ષે ભાજપનો સાથ છોડયો


નવી દિલ્હી, તા.૯જનતા દળ(યુ)એ મંગળવારે ભાજપનો સાથ છોડવાની સાથે વર્ષ ૨૦૧૯ પછી ત્રીજા મોટા પ્રાદેશિક પક્ષે ભાજપનો સાથ છોડયો છે. વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં જીત્યા પછી માત્ર ૧૮ મહિનામાં જ એનડીએના બે મોટા સાથી પક્ષો શિવસેના અને અકાલી દળ ભાજપથી અલગ થઈ ગયા હતા. હવે આગામી લોકસભા ચૂંટણીને બે વર્ષથી ઓછો સમય બાકી છે ત્યારે જદ-યુએ પણ એનડીએ સાથે છેડો ફાડયો છે. ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પછી શિવસેનાએ ભાજપનો હાથ છોડીને એનસીપી તથા કોંગ્રેસ સાથે ગઠબંધન સરકાર બનાવી હતી. ત્યાર પછી દેશમાં ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પંજાબમાં ભાજપના સાથી શિરોમણી અકાલી દળે સપ્ટેમ્બર ૨૦૨૦માં એનડીએનો સાથ છોડયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.