સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરાઇ - At This Time

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરાઇ


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરાઇ*

ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે કલેકટર શ્રી ડો રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પ્રેસ ડે ની ઉજવણી નવા સર્કિટ હાઉસ હિંમતનગર ખાતે કરાઈ હતી.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ મીડિયાના પ્રતિનિધિઓને નવ વર્ષની શુભકામના પાઠવી હતી. વહીવટી તંત્ર અને મીડિયા છેવાળાના માનવીની સુખાકારી માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.
આ પ્રસંગે વરિષ્ઠ પત્રકાર શ્રી કેતન ત્રિવેદીએ બદલાતા જતા મીડિયા ના પ્રવાહ વિશે જણાવ્યું હતું કે, હાલમાં સોશિયલ મીડિયા માહિતીના આદાન પ્રદાનમાં મહત્વનો ભાગ ભજવે છે. માહિતીનો પ્રસાર ખૂબ જ ઝડપી થઈ રહ્યો છે આ સમયમાં પણ લોકો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર વધુ ભરોસો રાખી રહ્યા છે. જેથી આપણી જવાબદારી ખૂબ જ વધી જાય છે. લોકોને ચોકસાઈપૂર્વક ઝડપી સમાચાર મળી રહે તે જોવાની જવાબદારી આપણી છે.

વરિષ્ઠ પત્રકાર શ્રી શૈલેષભાઈ નાયકે આ પ્રસંગે મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે બદલતા સમયમાં મીડિયાની ભૂમિકા બદલાઈ રહી છે માટે સતત સજાગ અને સતર્ક રહી પોતાના કર્તવ્ય પાલન થાય તે માટે કટિબદ્ધ રહેવુ જોઇએ તેમ જણાવી પોતાના પત્રકારત્વના અનુભવો વિશે વાત કરી હતી.

આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામક શ્રી જયેશ દવે રાષ્ટ્રીય પ્રેસ ડે ની શુભકામના પાઠવી હતી. તેમજ બદલાતા સમયના પરિપેક્ષમાં મીડિયાની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. તેમજ કાર્યક્રમની થીમ ચેન્જિંગ નેચર ઓફ પ્રેસ વિષયને અનુરૂપ સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ, ઇ.ચા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. પી. પાટીદાર, નાયબ માહિતી નિયામક શ્રી દેવેન્દ્ર કડિયા, નાયબ માહિતી નિયામક શ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાય, ડો. દિવ્યેશ વ્યાસ, માહિતી કચેરીનો સ્ટાફ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.