સૌરાષ્ટ્રમાં પ્રથમ વાંસફોડા સમાજનું સંમેલન યોજાયું.
સૌરાષ્ટ્રમાં પ્રથમ વાંસફોડા સમાજનું સંમેલન યોજાયું.
અખિલ ગુજરાતના વાંસફોડા સમાજમાં પ્રથમ વાર સંમેલન થયું છે વિચરતી વિમુક્ત જાતિઓ માં દરેક જાતિઓ વેરવિખેર થઈ ને રહે છે કોઈ પણ પ્રકારની એકતા હોતી જ નથી.
આખા ગુજરાતમાં વસવાટ કરતા વિચરતી વિમુક્ત જાતિ પૈકીના વાંસફોડા સમાજમાં સૌપ્રથમ આવા સંગઠન કરી એક મંચ પર ભેગા થવાનો વિચાર કર્યો હતો.
અને ખુબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
(1)આ સમાજની મુખ્ય માંગણીઓ એ હતી કે જીવતા રહેવા ઘર નથી સ્મશાન માટે જમીન આપો,
(2) વાંસફોડા સમાજમાં વાંસ કામ માટે મંડળીઓ થી સસ્તા વાંસ મળતા હતા એ બંધ થઈ ગયા છે એ વ્યવસ્થા ફરીથી શરૂ કરાવો,
(3)રહેણાંક અર્થે પ્લોટ આપો,
(4) મકાન સહાયમાં રકમ વધારો કરો,
(5) ધંધા રોજગારી કરી પગભર થવા માટે સબસીડી વાળી લોન આપો,
(6) વિચરતી વિમુક્ત જાતિની વસ્તી આધારે 11% અનામત આપો,
બસ આ વાંસફોડા સમાજ સંગઠિત થાય, શિક્ષિત થાય જાગૃત થાય પોતાના હક અધિકાર માટે પોતે પોતાના અવાજ ઉઠાવતા થાય, અને રખડતું ભટકતું જીવન જીવવાનું બંધ કરી સ્થાઈ થાય, અને જે ગામમાં રહે છે એ ગામના દરેક સમાજમાં હળી મળીને રહેતા થાય અને દરેક ગામ આ સમાજનો સ્વીકાર કરતા થાય, તેવી રજુઆત કરવા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિચરતી વિમુક્ત 40 જાતિઓ ના ઉપરોક્ત જણાવેલ તમામ પ્રકારની કામગીરી માટે મદદ કરતા વિચરતા સમુદાય સમર્થન મંચ (vssm) સંસ્થા દ્વારા સરકારમાં રજુઆત કરી હક અધિકાર અપાવવા સંસ્થા કાર્યરત છે.
આ સંમેલનમાં મુખ્ય અતિથિ વિચરતા સમુદાય સમર્થન મંચ (vssm સંસ્થા ના મુખ્ય સચિવ આદરણીયશ્રી મિત્તલબેન પટેલ કનુભાઈ બજાણીયા અને છાયાબેન પટેલ હાજર રહ્યા હતા.
આ વાંસફોડા સમાજ સંમેલન કાર્યક્રમને સફળ બનાવવા કનુભાઈ બજાણીયા અને પ્રતાપભાઈ કાનાણી એ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર અમૃતભાઈ રાઠોડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.