સ્વામીનારાયણ મંદિરે રામનવમીની ઉજવણી કરવામાં આવી - AT THIS TIME

સ્વામીનારાયણ મંદિરે રામનવમીની ઉજવણી કરવામાં આવી

, હાલોલ-ગોધરા બાયપાસ રોડ ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિરે રામનવમીની ઉજવણી કરવામાં આવી

હાલોલ-ગોધરા બાયપાસ રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન શ્રી રામજી ના જન્મદિન ની ઉજવણી તથા ભગવાન શ્રીસ્વામિનારાયણ ભગવાન ના જન્મદિન ની ઉજવણી તથા આ મંદિર ની સ્થાપના પણ આજના શુભદિને કરવામાં આવી હતી.

જેથી આ ત્રિવેણી શુભપ્રસંગ ની ઉજવણી ધામધૂમ થી પ્રતિ વર્ષની જેમ આજે પણ કરવામાં આવી હતી બપોરના ૧૨.૦૦ વાગે મર્યાદા પુરષોતમ ભગવાન શ્રી રામચંદ્રજી જન્મ ની તથા રાત્રિના ૧૦.૦૦કલાકે ભગવાન શ્રી સ્વામિનારાયણ ના જન્મદિન ની ઉજવણી મંદિર ના સ્વામિ સાધુ કેશવપ્રસાદ દાસ તથા સાધુ સંતપ્રસાદ સહિત હરિભક્તો ની ઉપસાથિતિમાં કરવામાં આવી હતી સાંજે સમૂહ પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાંહાલોલ,કંજરી,વાસણા,બોડેલી,સુરત,વડોદરા,માલપુર,સંખેડા,માંડવી,સાવલી,સહિત આજુબાજુ ના શહેરોના હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શુભ પ્રસંગ ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી હતી
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    

You're currently offline

Translate »