રાણપુર તાલુકામાં સુખભાદર કેનાલમાં ભાડલા ડેમનું પાણી સતત એક માસ માટે મળશે. - At This Time

રાણપુર તાલુકામાં સુખભાદર કેનાલમાં ભાડલા ડેમનું પાણી સતત એક માસ માટે મળશે.


બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં સુખભાદર કેનાલમાં ભાડલા ડેમનું પાણી સતત એક માસ માટે મળશે.
ખેડૂતોને ખેતી માટે અને નાગરિકોને પીવા અને વપરાશ માટેના પાણી મળતા રાહત.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં સુખ ભાદર ડેમ (ભાટલા ડેમ ) નું પાણી સતત એક માસ સુધી સુખપાદર કેનાલમાં છોડવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોને ખેતી માટે અને તાલુકાના નાગરિકોને વપરાશ અને પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલવા આવ્યો છે .
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકો ના ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ઘનશ્યામભાઈ સાવઘરીયા સહિત સંગઠનના હોદ્દેદારો આગેવાનો દ્વારા પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યાને રાણપુર તાલુકાના સુખભાદર ડેમનું પાણી છોડાવવા રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે પૂર્વ ધારાસભ્ય ભરત પંડ્યા દ્વારા બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી મંત્રી મોરડીયા ને મળીને ગાંધીનગર ખાતે મંત્રીને મળી રાણપુર તાલુકાને ભાડલા ડેમ નું પાણી આપવા રજૂઆત કરી હતી રજૂઆત કરવા માટે રાણપુરના ભાજપ અગ્રણી ઘનશ્યામભાઈ સાવઘરીયા સહિતના આગેવાનો જોડાયા હતા જેમાં રાણપુર તાલુકાના આગેવાન શ્રી ઘનશ્યામભાઈ સાવધરીયા, પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી નરેન્દ્રભાઈ દવે, રાણપુર તાલુકા ભાજપ શ્રી પ્રમુખશ્રી મયુરભાઈ પટેલ, રાણપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ સોલંકી, રાણપુર શહેર ભાજપ પ્રમુખશ્રી ડૉ.જગદિશભાઈ પંડયા, શ્રી હરીરામભાઈ સાધુ સહિત તમામ ભાજપના આગેવાનોની રજૂઆત હતી. તેને ધ્યાનમાં રાખીને રાણપુર તાલુકાના પાણી અંગેના પ્રશ્નોની પૂર્વ ધારાસભ્યશ્રી ભરતભાઈ પંડયાએ સરકારમાં અસરકારક રજૂઆત કરતાં પરીણામ અને સંતોષ મળ્યાની ખુશી આગેવાનો અને ખેડૂતોએ વ્યકત કરી હતી.
શ્રી ભરત પંડયાએ સુખભાદર ડેમ (ભાડલા ડેમ)માં પાણી નાંખવા માટે સતત રજૂઆત કરતાં આજથી સુખભાદર ડેમમાં પાણી નાંખવાની શરૂઆત થઈ ગઈ છે. આ સમગ્ર વિસ્તાર માટે ખેડૂતો અને અનેક ગામોનાં લોકો માટે ખુશીના સમાચાર છે. સુખભાદર ડેમમાં સતત 1 મહિના સુધી પાણી છોડવામાં આવશે.
બોટાદ જીલ્લા પ્રભારી મંત્રી શ્રી વિનુભાઈ મોરડીયાની ઉપસ્થિતિમાં તા.15મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે પૂર્વ ધારાસભ્યશ્રી ભરત પંડયાની આગેવાનીમાં રાણપુર શહેર-તાલુકા ભાજપના આગેવાનો, તા.પં.પ્રમુખ વિનોદ સોલંકી, હરીરામભાઈ સાધુ, ભવાનભાઈ, વિરમભાઈ, 2-3 ગામનાં સરપંચો સહીત મિટીંગ કરવામાં આવી હતી.
જાળીલાનાં ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને ભરતભાઈએ મંત્રીશ્રીને રજૂઆત કરતાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. અલઉ, કુંડલી, ધારપીપળા જેવા અનેક ગામોનાં તળાવો ભરાય તે માટે રજૂઆત કરવામાં આવી. સૌની યોજના અને નર્મદાના અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ભરત પંડયાએ આગ્રહપૂર્વક એક અઠવાડીયામાં સ્થળ તપાસ, રોજકામનો રીપોર્ટ બનાવીને મંત્રીશ્રીને ફાઈલ પહોંચાડવામાં આવે તેવી અપીલ કરી હતી. મંત્રીશ્રી વિનુભાઈએ રસ લઈને તાત્કાલિક અધિકારીશ્રીઓને જે તે ગામમાં મુલાકાત લઈને રીપોર્ટ બનાવવાની સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમરાળા ખાતેનું શિતળા તળાવ અને રાજપરાના તળાવો ભરાવવા માટેની જે તે સમયે પણ ભરત પંડયાના પ્રયાસથી શરૂઆત થઈ હતી.
આ એજ પૂર્વ ધારાસભ્ય ભરત પંડયા છે કે, જેમની તપશ્ચર્યા અને પરીશ્રમથી સમગ્ર ધંધુકા પંથક પાણીદાર બન્યો હતો. જે પહેલાં નપાણીયો વિસ્તાર કહેવાતો હતો. નર્મદાની ત્રણેય નહેરો હોય, ચેકડેમ કરવાના હોય કે તળાવો ઊંડા કરવાના હોય, હંમેશા પાણીના મુદ્દે ભરત પંડયા રાણપુર અને આખા વિસ્તારના હંમેશા પડખે ઊભા રહ્યાં અને એટલે જ, તે સમયે પાણીદાર ધારાસભ્ય તરીકે ઓળખતાં હતાં.
રાણપુરના આગેવાનો, ખેડૂતો અને લોકો સિંચાઈ અને પીવાના પાણી માટે ભગીરથી પ્રયાસ-કાર્ય કરનાર ભરત પંડયાનો આભાર માને છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.