વર્ષ 1999 કારગીલના શહીદ વીર રમેશ જોગલની પ્રતિમાનું ઉપલેટા નજીક ભવ્ય અનાવરણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને યોજાયું: યોગેન્દ્રસિંહ યાદવે આહીર રેજીમેન્ટની કરી માંગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/javklz77eeb1adoz/" left="-10"]

વર્ષ 1999 કારગીલના શહીદ વીર રમેશ જોગલની પ્રતિમાનું ઉપલેટા નજીક ભવ્ય અનાવરણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને યોજાયું: યોગેન્દ્રસિંહ યાદવે આહીર રેજીમેન્ટની કરી માંગ


કાર્યક્રમ પહેલા કારગીલ હીરો પરમવીર ચક્ર માનદ કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવ ખુલ્લી જીપમાં રેલીમાં ત્રિરંગા સાથે જોડાયા

એક શામ શહીદો કે કામ અંતર્ગત ભવ્ય લોકડાયરામાં આર્મી જવાનો પર લોકોએ કર્યો પૈસાની નોટોનો વરસાદ

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૦૬ જુન ૨૦૨૨, ઉપલેટાના રાજકોટ-પોરબંદર રોડ પર આવેલ યાદવ હોટલ ખાતે વર્ષ 1999 માં કારગીલ યુદ્ધના શહીદ વીર રમેશ જોગરલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા હતા અને આ શહીદ વીરની પ્રતિમાનું અનાવરણ શહીદ વીરની માતા દ્વારા કરવામાં આવ્યું હતુ.

ઉપલેટામાં યોજાયેલ આ કાર્યક્રમ પહેલા શહેરના મુખ્ય માર્ગો પરથી એક બાઈક રેલી પણ યોજવામાં આવી હતી જેમાં આર્મી મેન તેમજ નિવૃત્ત અર્મિમેન સહિતના યુવાનો જોડાયા હતા જેમાં કારગીલ હીરો પરમવીર ચક્ર માનદ કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવ ખુલ્લી જીપમાં આ રેલીમાં ત્રિરંગા સાથે જોડાયા હતા જે બાદ કાર્યક્રમમાં ધારાસભ્યો, આહિર સાજના આગેવાનો યુવાનો, નિવૃત આર્મી જવાનો અને વર્તમાન ફરજ બજાવતા યુવાનો જોડાયા હતા અને પ્રથમ પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી અને બાદમાં મૂર્તિનું અનાવરણ શહીદ વીર રમેશ જોગલની માતા જશીબેન જોગલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ કાર્યક્રમ અનુરૂપ પોતાની વાતો રજૂ કરી હતી જેમાં પરમવીર ચક્ર યોગેન્દ્રસીંહ યાદવે પોતાના આર્મીમાં ફરજ દરમિયાનના થયેલ અનુભવો ને લોકો સામે જણાવ્યા હતાં અને આજના યુગના યુવાનોને પણ નકારાત્મક વિચારોથી દૂર રહેવા જણાવ્યું હતું ત્યારે આ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે પોતાના રાજકીય કાર્યકાળ દરમિયાન અનેક કાર્યક્રમો પર તેઓ હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમથી તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને લોકો અને ખાસ કરીને યુવાનો રમેશ જોગલની આ મૂર્તિની સ્થાપના અને તેમના વિચારોથી પ્રભાવિત થશે તેવું જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને સહયોગીઓની ખાસ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે વાસણભાઈ આહીર, ધારાસભ્ય લલિત વસોયા, કાંધલ જાડેજા, વિક્રમભાઈ માડમ, જગાભાઈ બારડ સહિતના આસપાસના પંથકના ધારાસભ્યો તેમજ પૂર્વ ધારાસભ્યો સહિતના રાજકીય અનેવાની જોડાયા હતા જ્યારે રાત્રી દરમિયાન એક શામ શહિદોકે નામ રંગ કસુંબલ દેશ ભક્તિ સાથેનો ભવ્ય લોકડાયરો પણ યોજાયો હતો જેમાં પરમવીર ચક્ર યોગેન્દ્રસિંહ યાદવ તેમજ શાહિદ વીરના પરિવારો પર પૈસાનો વરસાદ પણ થયો હતો ત્યારે ઉપલેટામાં યોજાયેલ આ કાર્યક્રમમાં માનવ મહેરામણ પણ બહોળા પ્રમાણમાં ઉમટ્યું હતું.

ઉપલેટામાં યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત યોગેન્દ્રસિંહ યાદવે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલ અનુભવો અને તેમને કરેલ કર્યો અંગે સૌ લોકોને પરિચિત કર્યા હતા ત્યારે આ સાથે તેમના દ્વારા દરેક રેજીમેન્ટની જેમ એક આહીર રેજીમેન્ટ પણ બનાવવામાં આવે તેવી પણ માંગ પૂર્વ મુખ્યમંત્રી શમક્ષ કરી હતી ત્યારે આ સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે તેઓ દ્વારા આહીર રેજીમેન્ટ બાબતે સરકારમાં ખાસ રજુવાત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું અને અંતમાં તેમને જણાવ્યું હતું કે આ પ્રકારના કર્યો અને આવી કામગીરીથી દેશના યુવાનો અને બાળકોને દેશ પ્રેમ અને સેના પ્રત્યે ગર્વ અનુભવશે અને સાથે તેઓ આમાંથી પ્રેરણા પણ લઈને દેશ સેવા માટે પણ જોડાશે તેવું જણાવ્યું હતું.

ઉપલેટા યાદવ હોટલ ખાતે પ્રથમ મહાનુભાવો દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જે બાદ ગાર્ડ ઓફ ઓનર યોજી અને બાદમાં રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની શરૂવાત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શબ્દોથી સ્વાગત ધોરાજી તાલુકા શાળા નં-૨ ના આચાર્યશ્રી નીલેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું અને બાદમાં મંચ પર ઉપસ્થિત સૌ કોઈ મહેમાનોનું પુષ્પો આપી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. અને બાદમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તેમજ આગેવાનોનું અલગ-અલગ સમાજ, સમિતિ, સંગઠનો દ્વારા શાલ ઓઢાડી તેમજ પુષ્પો અર્પણ કરીને સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને બાદમાં આ કાર્યક્રમને અનુલક્ષીને ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, પૂર્વ મંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહીર, કારગીલ હીરો પરમવીર ચક્ર માનદ કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતનાઓએ કાર્યક્રમ અનુરૂપ ઉદબોધન આપ્યું હતું.

ઉપલેટામાં યોજાયેલ આ કાર્યક્રમમાં શહીદ વીર રમેશ જોગલની માતા જસીબેન, કારગીલ હીરો પરમવીર ચક્ર માનદ કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મેડલ વિજેતા માન. કર્નલ પ્રમોદ રમેશ અંબાશણ, માન. ગ્રુપ કેપ્ટન પવન આનંદ, માન. કર્નલ અમૃત મકવાણા, સેના મેડલ વિજેતા માન. કર્નલ રાજેશસિંગ, માન. જીતેન્દ્ર નિમાવત, સેના મેડલ વિજેતા માન. કેપ્ટન પરબતભાઈ બારૈયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વાસણભાઈ આહીર, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ, ધારાસભ્ય લલીતભાઈ વસોયા, ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરામ, ઉપલેટા મામલતદાર ગોવિંદજી મહાવદીયા, ઉપલેટા તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ ચંદ્રવાડીયા, નાગરાપ્લીકાના યુવા પ્રમુખ મયુર સુવા, મેરામણભાઈ ગોરિયા, લખમણભાઈ વસરા, સહીતના આગેવાનો, માજી ધારાસભ્યો તેમજ આર્મીમેન તેમજ નિવૃત અર્મીનેન સહિતના જોડાયા હતા ત્યારે ઉપલેટામાં યોજાયેલ આ સુંદર કાર્યક્રમનું સંચાલન સેવંત્રા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પુંજાભાઈ વરૂ તેમને સાથી સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું જયારે આભાર વિધિ નિવૃત આર્મીમેન રાણાભાઈ ઓડેદરા દ્વારા કરવામાં આવી હતી.

ઉપલેટામાં યોજાયેલ આ કાર્યક્રમમાં કારગીલ હીરો પરમવીર ચક્ર માનદ કેપ્ટન યોગેન્દ્રસિંહ યાદવની સાથે સતત ખડેપગે રહેનાર ટીમમાં નિવ્રુત આર્મીમેન જીવાભાઈ મોડેદરા, રાણાભાઇ ઓડેદરા, માલદેભાઈ ઓડેદરા રહ્યા હતા આ સાથે ઉપલેટાની મિશન અભિમન્યુ ટીમ ટીમ શાહિર વીર રામેશ જોગલ પ્રતિમા અનાવરણ કાર્યક્રમ સમિતિ સમિતિ દ્વારા આ કાર્યક્રમને સફળ અને સુદર બનાવવા માટેની ભારે જહેમત ઉઠાવી હતી ત્યારે આ સુંદર કાર્યક્રમના આયોજનમાં ઉપલેટા તેમજ આસપાસના પંથકનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને સૌ કોઈ લોકોએ આ આયોજકોના સુંદર આયોજન બદલ સૌ કોઈને બિરદાવ્યા પણ હતા.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]