દામનગર શહેરને બાંદ્રા – મહુવા ની રેલ્વે પરિવહન સેવા આપોની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ માંગ
દામનગર શહેરને બાંદ્રા – મહુવા ની રેલ્વે પરિવહન સેવા આપોની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ માંગ
દામનગર શહેર ને બાંદ્રા – મહુવા ની રેલવે પરિવહન સેવા મળે તેવી માંગ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ને પત્ર પાઠવી રજુઆત દામનગર શહેર માં બાંદ્રા-મહુવા ટ્રેન દરરોજ વહેલી તકે ચાલુ કરવા તેમજ દામનગર ખાતે સ્ટોપ આપવા માંગ ઘણા વર્ષોથી દામનગર મહુવા ટ્રેન્ અઠવાડિયામાં બે દિવસ ચલાવવામાં આવે છે. હાલ મહુવા બાંદ્રા ટ્રેન્ નો લાભ આજુબાજુ ના મોટા શહેરો જેવા કે બોટાદ, ધોળા, ઢસા, (દામનગર), લીલીયા મોટા, (અમરેલી) સાવરકુંડલા, રાજુલા, ડુંગર, અને મહુવા જેવા શહેરો ને મળે છે પરંતુ અઠવાડિયા માં માત્ર બે દીવસ જ કાર્યરત હોવાથી હાલ ના સમય માં આ શહેરો ના લોકોને મુસાફરી કરવા માં ખુબજ તકલીફ પડે છે
કારણ કે માત્ર બે દીવસ કાર્યરત હોવાથી ટ્રેન માં બુકિંગ મળી શકતું નથી બુકિંગ ખુલતાની સાથેજ મિનિટોમાં વેઇટિંગ લિસ્ટ માં ટિકિટો આવી જાય છે. લગ્ન સિઝન-વેકેશન અન્ય વાર-તહેવારો થતા ધાર્મિક પ્રસંગોમાં મુસાફરો મુસાફરી કરી શકતા નથી. પ્રજાજનો પોતાના ગામો કે શહેરો માં સમયસર જઈ શકતા નથી. માટે વહેલી તકે બાંદ્રા-મહુવા ટ્રેન દરરોજ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાય છે બાંદ્રા-મહુવા ટ્રેનને દામનગર નું સ્ટોપ આપવામાં આવે કારણ કે અત્રે દામનગર થી માત્ર ૭ (સાત) કિલોમીટર ના અંતરે સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા હનુમાન મંદિર આવેલ છે જેના સૌથી મોટો સેવક વર્ગ મુંબઈ થી દર્શન માટે આવતો હોય તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડ માં સમાવિષ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને લાખો શ્રધ્ધાળુ ભાવિકો યાત્રીકો આવે છે
જેથી દામનગર શહેર ને ટ્રેન્ ને સ્ટોપ આપવાથી તમામ યાત્રિકોને આ સુવિધા નો લાભ મળે શકે વધુમાં દામનગર શહેર માં મોટા પ્રમાણ માં હીરા ઉદ્યોગ ક્ષેત્રે મોટું ઉદ્યોગ સેન્ટર છે ખુબજ વધુ પ્રમાણ માં જીનીંગ મિલો, ઓઇલ મિલો હોય તેમજ આજુબાજુ ના ૩૦ થી ગ્રામ્ય વિસ્તાર ના લોકો દામનગર થી મુસાફરી કરી શકે દામનગર સેન્ટર સુધી આવતા લોકો ને ધંધા વેપાર બિઝનેસ માટે રેલવે પરિહવન સુધી મળે આ ટ્રેન ને દરરોજ સ્ટોપ આપવામાં આવે તો વેપારીઓ તેમજ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ લોકો ને આ સુવિધા નો વધુમાં વધુ લાભ મળી રહેશે જેથી આ ટ્રેનને દામનગર શહેર માં સ્ટોપ આપવા ની માંગ રેલવે મંત્રી સહિત કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા નારણભાઇ કાછડિયા કૌશિકભાઈ વેકરીયા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા લાઠી-બાબરા- દામનગર તેમજ સ્ટેશન મેનેજર શ્રી,રેલ્વે સ્ટેશન, દામનગર ને પત્ર પાઠવી રજુઆત કરાય છે
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.