જામનગરની ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીના લાંચિયા પોલીસ જમાદારની રિમાન્ડ પુરી થતાં જેલમાં ધકેલાયો
જામનગર તા.30 જુન 2022,ગુરૂવાર જામનગરની ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીના પોલીસ જમાદારને એસીબીની ટીમે રૂપિયા ૨,૫૦૦ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઇ રીમાન્ડ પર લીધા પછી આજે તેને જેલમાં ધકેલી દેવાયો છે.જામનગરની ખંભાળિયા ગેઇટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા અરજણભાઈ ખીમાભાઈ ડાંગર નામના પોલીસ હેડ કોન્સ્ટેબલને જામનગરની એસીબી શાખાની ટીમે એક અરજદાર પાસેથી રૂપિયા ૨,૫૦૦ની લાંચ લેતાં રંગેહાથ પકડી પાડયો હતો. જે પોલીસ જમાદાર સામે લાંચરુશવત ધારા હેઠળ ગુનો દાખલ કરાયા પછી તેની એસીબી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી, અને એક દિવસની રિમાન્ડની પર લેવાયો હતો.જેની રિમાન્ડની મુદત પૂરી થતાં જેલમાં મોકલી દેવાયો છે. ભુજ એસીબી ની ટીમ દ્વારા તેના રહેણાંક મકાન, બેંક ખાતા, તેમજ બેંક લોકરની તપાસ કરવામાં આવી હતી. જોકે કશું વાંધાજનક મળ્યું નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.