એન્ડરસન ૬૫૦ ટેસ્ટ વિકેટના માઈલસ્ટોનને હાંસલ કરનારો સૌપ્રથમ ફાસ્ટર - At This Time

એન્ડરસન ૬૫૦ ટેસ્ટ વિકેટના માઈલસ્ટોનને હાંસલ કરનારો સૌપ્રથમ ફાસ્ટર


ટ્રેન્ટ
બ્રિજ, તા.૧૩ઈંગ્લેન્ડના
જેમ્સ એન્ડરસને ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં ન્યુઝીલેન્ડના ઓપનર
લાથમને આઉટ કરતાં ટેસ્ટ ક્રિકેટમાં ૬૫૦ વિકેટ પુરી કરી હતી. આ સાથે તે ૬૫૦ વિકેટના
માઈલસ્ટોન સુધી પહોંચનારો વિશ્વનો સૌપ્રથમ ફાસ્ટ બોલર બન્યો હતો. ટેસ્ટમાં સૌથી
વધુ વિકેટ ઝડપવામાં તે ત્રીજા સ્થાને છે.

ટેસ્ટમાં
સૌથી વધુ ૮૦૦ વિકેટ ઝડપીને શ્રીંલંકાનો મુરલીધરન ટોચ પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો
શેન વોર્ન ૭૦૮ વિકેટની સાથે બીજા ક્રમે છે. ત્રીજુ સ્થાન એન્ડરસનને મળ્યું છે.
જ્યારે ભારતનો અનિલ કુમ્બલે ૬૧૯ વિકેટ સાથે ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ
ફાસ્ટ બોલર મેક્ગ્રા ૫૬૩ વિકેટ સાથે પાંચમા ક્રમે છે.તેણે ઈંગ્લેન્ડના ક્રિકેટમાં નવા કિર્તિમાન સ્થાપિત કર્યા હતા. ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે પોતાની સ્થિતિ મજબુત કરતાં ચોથા દિવસના અંતે કુલ મળીને ૨૩૮ રનની સરસાઈ મેળવી લીધી હતી. મેજર ધબડકો ન થાય તો મેચ ડ્રો થાય તે લગભગ નક્કી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon