સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામે નર્મદા પાણી વિતરણ બાબતે મારા મારી

સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામે નર્મદા પાણી વિતરણ બાબતે મારા મારી


સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે ને દિવસે મારા મારીના બનાવો વધી રહ્યા છે. સાયલા તાલુકાના બ્રહ્મપુરી ગામે એક જ સમાજ વચ્ચે મારામારીનો બનાવ બન્યો જેમાં સૂત્રો પાસેથી માહિતી મુજબ અગાઉની પણ બોલા ચાલી થઈ હતી. બ્રહ્મપુરી ગામે પાણી વિતરણ જેવા નિજીવી બાબતે એક જુથ સામ સામે આવી જાતા અજીતભાઈ પનારા અને વીરજીભાઈ લાલજીભાઈ પનારા પર રૈયાભાઈ વજુભાઈ, નાગરભાઈ વજુભાઈ તેમજ તેમના ભાઈઓને સાથે રાખી એક સંપ કરી ધારીયા, કુહાડી, લાકડી જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો.તેઓને ઈજા પામતા વ્યક્તિઓને સારવાર હેઠળ સી.યુ.શાહ મેડિકલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે મોકલવામાં આવ્યા. આ ઘટના સાયલા પોલીસ સ્ટેશનને જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ તેમજ કાઈ બનાવ ન બને તે માટે આગળની કાર્યવાહી તપાસ કરવામાં આવી છે.
અહેવાલ.‌ જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »