જામનગરમાં એડવોકેટના બંધ મકાનમાં હાથ ફેરો કરનાર બેલડી પકડાઈ
જામનગરમાં એડવોકેટના બંધ મકાનમાં હાથ ફેરો કરનાર બેલડી પકડાઈ
જામનગરમાં દિવાળીના તહેવાર દરમિયાન પંચવટી વિસ્તારમાં રહેતા વકીલના બંધ મકાનમાં ચોરી થઈ હતી. આ ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં જામનગર પોલીસને સફળતા મળી છે અને પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત ચાર લાખથી વધુને મુદ્દા માલ સાથે પકડી પાડ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા એડવોકેટ કેતનભાઇ જોશીના બંધ મકાનને તસ્કરો એ દિવાળીના તહેવાર દરમિયાન નિશાન બનાવ્યું હતું. કેતનભાઇ પોતાના ભાઈને ઘરે મીઠાપુર ગયા હતા ત્યારે મકાન બંધ હોવાથી તસ્કરે હાથફેરો કર્યો હતો. ચોર શખ્સો મકાનમાંથી રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ ઉસેડી ગયા હતા. જે મામલે એડવોકેટ કેતનભાઇને જાણ થતા તેઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસ મથકનો સંપર્ક સાંદ્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ કરાયા બાદ પોલીસ સતર્ક બની હતી. પોલીસે આજુબાજુના સીસીટીવી તપાસવા સહિતની કામગીરી હાથ ધરી ગણતરીના દિવસોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલ નાખ્યો છે. અને ચોરીના ગુનામાં સંડોવાયેલ જામનગરના દિગ્જામ ફાટક પાસે પુલ નીચે રહેતા દિનેશ ગંભીરભાઈ પરમાર અને સુનિલ ઉર્ફે ખાનભાઈ રાજુભાઈ પરમાર નામના બે શખ્સોને દબોચી લીધા હતા. બંનેની પૂછપરછ દરમિયાન આરોપીઓએ ચોરીની કબુલાત કરતા બાદ પોલીસે રૂપિયા 10,000 ની રોકડ ઉપરાંત અલગ અલગ કંપનીની કીમતી ઘડિયાળ તથા 3,35,750 નો સોનાના દાગીના અને રૂપિયા 54 હજારની કિંમતના ચાંદીના દાગીના સહિતનું મુદ્દામાલ કબજે કરી લીધો છે અને હાલ આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.